પાકિસ્તાનની હાલત આર્થિક પાયે ખુબ જ કફોળી થઇ છે. ત્યારે આજ સુધી પાકિસ્તાનીઓ તેનો દોષનો ટોપલો ભારત અમેરિકા પર ઢોળતા હતા. પરંતુ પાક. પીએમ નવાઝ શરીફે ખુદ સ્વીકાર્યુ છે કે પાકિસ્તાન આજે જે ખરાબ પરિસ્થિતીમાંથી પસાર થઈ રહ્યું છે. તેના માટે આપણે આપણા પગ પર જ કુહાડી મારી છે. જ્યારથી નવાઝ લંડનથી પરત આવ્યા છે. ત્યારથી તે પાકિસ્તાન વિશે ખરાબ વાતો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે સેનાએ ૨૦૧૮ની ચૂંટણીમાં ધાંધલધમાલ કરી અને આ દેશ પર ચૂંટાયેલી સરકાર થોપી દીધી. આના કારણે સામાન્ય જનતા પરેશાન થઈ ગઈ અને અર્થવ્યવસ્થાની હાલત ખરાબ થઈ ગઈ છે. વધુમાં નવાઝે કહ્યુ કે પાકિસ્તાનની આ હાલત માટે ભારત કે અમેરિકા જવાબદાર નથી.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ 21 ઓક્ટોબરના રોજ લંડનથી પોતાના દેશ પરત ફર્યા હતા. જ્યારથી તેણે પાકિસ્તાનની ધરતી પર પગ મૂકયો છે. ત્યારથી તે પાકિસ્તાન વિશે ખરાબ બોલતા રહ્યા છે. તે ઈશારા દ્વારા પાકિસ્તાની સેનાને નિશાન બનાવી રહ્યા છે. કયાંક, તેઓ તેને દેશની દયનીય સ્થિતી માટે સેનાને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે સેનાએ ૨૦૧૮ની ચૂંટણીમાં ધાંધલધમાલ કરી અને આ દેશ પર ચૂંટાયેલી સરકાર થોપી દીધી. આના કારણે સામાન્ય જનતા પરેશાન થઈ ગઈ અને અર્થવ્યવસ્થાની હાલત ખરાબ થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં આવતા વર્ષે સામાન્ય ચૂંટણી યોજાવાની છે. અને નવાઝ શરીફ ચોથી વખત પાકિસ્તાનના વડાપ્રધાન બનવાનું સપનું જોઈ રહ્યા છે.