ભારતીય જનતા પાર્ટીના વિરોધીઓનો દાવો છે કે ભાજપના શાસનમાં મુસ્લિમ વિરોધી અને ધૃષાસ્પદ ભાષણો અને પ્રચાર થયો છે. ભાજપના કેટલાક મંત્રીઓ, સાંસદો અને નેતાઓ પર આરોપ લગાવવામાં આવ્યા છે. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફાઇનાન્શિયલ ટાઇમ્સના ઇન્ટરવ્યુમાં ભારતમાં મુસ્લિમોના ભવિષ્ય વિશે જવાબ આપ્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે ભારત મુસ્લિમો માટે સ્વર્ગ છે. દેશના અંદાજે 20 કરોડ મુસ્લિમોનો કોઈ સીધો ઉલ્લેખ કર્યા વિના મોદીએ કહ્યું કે’વિશ્વમાં અન્યત્ર અત્યાચારનો સામનો કરવા છતાં, તેઓને ભારતમાં સુરક્ષિત આશ્રયસ્થાન મળ્યું છે, અને તેઓ સુખી અને સમૃદ્ધ જીવન જીવી રહ્યા છે. આ દર્શાવે છે કે ભારતીય સમાજમાં કોઈપણ ધાર્મિક લઘુમતી સામે ભેદભાવની લાગણી નથી.’
તો આ તરફ વડાપ્રધાને લધુમતીઓ કેવા શિસ્તતાથી રહી શકે અને અર્થિક રીતે કેવી રીતે સધ્ધર રહી શકે તે વિશે પારસીઓનું ઉદાહરણ આપ્યુ હતુ. પીએમ પારસીઓની સફળતાની ચર્ચા કરી તેમણે કહ્યુ ભારતમાં વસતા ધાર્મિક સૂક્ષ્મ લઘુમતીઓમાં પારસી સમુદાયની ગણતરી થાય છે કારણ કે તેમની વસ્તી ઘણી ઓછી છે. આમ કહીને PM એ મોટો સંદેશ આપ્યો.
ઉલ્લેખનીય છે કે પારસી સમુદાય શાંત અને સરળ સ્વભાવની છે. પારસીઓ ભારતમાં દુધમાં સાકરની જેમ ભળી ગયા છે. નાનો સમાજ હોવા છતાં પણ પારસીઓ આર્થિક રીતે ખુબ જ સધ્ધર છે.