મધ્યપ્રદેશ સરકારના શાળા શિક્ષણ વિભાગે ક્રિસમસને લઈને એક એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે માતાપિતાની લેખિત પરવાનગી વિના બાળકોને સાન્તા ક્લોઝ બનાવવામાં નહિ આવે.જેમાં શાળાઓને સીધી ચેતવણી આપવામાં આવી છે. જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જો શાળામાં ક્રિસમસનું આયોજન કરવામાં આવે અને તેમાં બાળકોને સાન્તા ક્લોઝ બનાવવાના હોય તો વાલીઓની લેખિત પરવાનગી જરૂરી રહેશે.એટલું જ નહીં આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો આમ નહીં થાય તો શાળા સંચાલક અને પ્રિન્સિપાલ સામે સીધી કાર્યવાહી કરવામાં આવશે.
જિલ્લા શિક્ષણાધિકારી વિવેક દુબેએ જણાવ્યું હતું કે અગાઉ પણ ફરિયાદો મળી છે કે બાળકોને સાન્તા બનવા પર ફરજ કરવામાં આવે છે. વધુમાં તેમણે સ્પષ્ટતા કરી કે એડવાઇઝરીનો અર્થ એ નથી કે આવો આદેશ શાળાઓમાં નાતાલના કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવા માટે છે.
જો કે અમે આ વાયરલ પત્રની પુષ્ટિ કરતા નથી.જિલ્લા શિક્ષણાધિકારીના નામે જારી કરાયેલા આ પત્રની નકલ જાહેર સૂચના નિયામકની કચેરી, ભોપાલના કમિશનરને પણ મોકલવામાં આવી છે. કલેક્ટર શાજાપુર ઉપરાંત તમામ શાળા સંચાલકોને આ પત્રની નકલ મોકલવામાં આવી છે.