અયોધ્યામાં રામમંદિરને લઇને દેશભરમાં અદભૂત જુવાળ ઉભો થયો છે.હવે રામ લલ્લાના અભિષેકની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. ત્યારે અભિષેક પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુરુવારે અયોધ્યા પહોંચ્યા હતા.મુખ્યમંત્રીએ હનુમાનગઢી પહોંચીને બજરંગબલીના દર્શન, પૂજા અને આરતી કરી હતી. અને પ્રસાદની સાથે દાન કાર્ડમાં પરબિડીયું પણ નાખ્યું હતું. હનુમાનગઢીના પ્રમુખ રાજુ દાસ પણ હાજર હતા.
તો આ તરફ યુપીના સીએમ યોગી સંતોને પણ મળ્યા અને તેમની ખબર-અંતર પૂછ્યા હતા. મુખ્યમંત્રીનો કાફલો રામજન્મભૂમિ પહોંચ્યો અને અસ્થાયી મંદિરમાં હાજર રામલાલના દરબારમાં પૂજા-અર્ચના કરી, રામલાલને પ્રાર્થના કરી હતી. જે બાદ મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથે નિર્માણાધીન મંદિરનું પણ નિરીક્ષણ કર્યું હતું.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સાથો સાથ શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિરીક્ષણ કર્યું હતું. એરપોર્ટ પર વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીઓનો પણ હિસાબ લીધો હતો. મુખ્યમંત્રી અધિકારીઓ સાથે કમિશનર ઓડિટોરિયમમાં વિકાસ કામોની સમીક્ષા પણ કરશે. અને રેલવે સ્ટેશનનું પણ નિરીક્ષણ કરશે.
ઉલ્લેખનીય છે કે 22મી જાન્યુઆરીએ પાણ પ્રતિષ્ઠાનો પાવન અવસર છે. ત્યારે તેને લઇ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આજે અયોધ્યામાં જ મુખ્યમંત્રી વિકાસ કાર્યોને લઈને તમામ વિભાગો સાથે સમીક્ષા બેઠક પણ કરશે.