ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (જેટકો) દ્વારા 1224 વિદ્યુત સહાયકની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ઝોન કક્ષાએ યોજવામાં આવેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેટકોની તપાસમાં બહાર આવ્યું હતું. જેના કારણે જેટકો દ્વારા ભરતી પ્રક્રિયા રદ કરી દેવામાં આવી છે.
આ નિર્ણયને વિરોધમાં વડોદરામાં 1200થી વધુ ઉમેદવારોએ જેટકો ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉમેદવારોનો આગ્રહ છે કે ભરતી રદ કરવાનો નિર્ણય અયોગ્ય છે. તેઓ માંગ કરી રહ્યા છે કે પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવે અને પસંદગી કરાયેલા ઉમેદવારોને નોકરી આપવામાં આવે. વિરોધ પ્રદર્શનમાં આપ નેતા યુવરાજસિંહ જાડેજા પણ જોડાયા હતા. તેમણે જેટકોના નિર્ણયની ટીકા કરી હતી અને ભરતી પુનઃ શરૂ કરવાની માંગ કરી હતી. ઉમેદવારોનો આ વિરોધ પ્રદર્શન ગઇકાલે શરૂ થયો હતો અને આજે પણ યથાવત છે. ઉમેદવારો આજે પણ જેટકો ઓફિસ બહાર ધરણા પર બેઠા છે.