લોકસભા ચૂંટણી 2024: ભાજપે લોકસભા ચૂંટણી માટે પોતાનું સ્લોગન તૈયાર કરી લીધું છે. પાર્ટીએ આવતા વર્ષની ચૂંટણી માટે સૂત્ર આપ્યું છે, ‘સપને નહીં હકીકત બુનતે હૈ,ઈસ લીએ તો સબ મોદી કો ચુનતે હૈ’. ભાજપે આ સૂત્ર એવા સમયે પસંદ કર્યું છે જ્યારે લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને શુક્રવાર (22 ડિસેમ્બર)થી દિલ્હીમાં પાર્ટી અધિકારીઓની બે દિવસીય બેઠક શરૂ થવાની છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક નેતાઓ ભાગ લેશે.
ભાજપની પહેલી યાદી ક્યારે આવશે?
આ બેઠકમાં વિકાસ ભારત સંકલ્પ અભિયાનની સાથે છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા અને મિઝોરમના વિધાનસભા ચૂંટણી પરિણામો પર પણ ચર્ચા થઈ શકે છે. વાસ્તવમાં હિન્દીભાષી રાજ્યો રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ભાજપે મોટી જીત મેળવી છે. જ્યારે તેલંગાણામાં કોંગ્રેસને સત્તા મળી છે. આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ચૂંટણીઓને સેમિફાઇનલ તરીકે જોવામાં આવી રહી છે.
આ જ કારણ છે કે સૂત્રોએ જણાવ્યું કે વિધાનસભા ચૂંટણીની તર્જ પર, લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ ભાજપ તેના ઉમેદવારોની જાહેરાત કરવાનું શરૂ કરશે, જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં પ્રથમ યાદી આવી શકે છે.