10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2024ના પૂર્વાર્ધરૂપે, ‘ફ્યુચરકેમ ગુજરાત: શેપિંગ ટુમોરોઝ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રી’ ની થીમ પર ભરૂચની હોટલ હયાત ખાતે પ્રિ-વાયબ્રન્ટ સેમિનારમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકાસની રાજનીતિથી ગુજરાત અને દેશની કાયાપલટ કરી છે.વધુમાં તેમણે કહ્યુ કે આજે વિશ્વના દેશોની નજર ભારત તરફ છે કેમ કે વડાપ્રધાનશ્રીના વિઝનરી નેતૃત્વમાં ભારતમાં એગ્રિકલ્ચર, સર્વિસ સેક્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર દરેક સેક્ટરનો ગ્રોથ નવી ઊંચાઇઓ પાર કરી રહ્યો છે.
વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યુ કે ભારત આજે વર્લ્ડની પાંચમી મોટી ઇકોનોમી છે. તેને આ અમૃતકાળમાં ત્રીજી મોટી ઈકોનોમી બનાવવાનો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે.ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને ઇન્ડટસ્ટ્રિયલ ડેવલપમેન્ટ વડાપ્રધાનના આ સંકલ્પને પાર પાડવામાં મહત્વપૂર્ણ ઇન્સ્ટ્રુમેન્ટ છે.કેમિકલ્સ એન્ડ્ પેટ્રોકેમિકલ્સ સેક્ટર સસ્ટેઇનેબલ ઇન્ડ્સ્ટ્રિયલ ગ્રોથને આગળ ધપાવનારા સેક્ટર્સમાનું એક આગવું પરિબળ છે તેમ પણ જણાવ્યું હતું.
તો આ તરફ કેન્દ્રિય રસાયણ અને ખાતર મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યુ હતુ કે કેમીકલ એ જીવન સાથે સંકળાયેલો એક ભાગ છે. કેમીકલ અને પેટ્રોકેમીકલ ક્ષેત્રએ દેશના 5 ટ્રિલિયન ઈકોનોમીના લક્ષ્યને હાંસલ કરવામાં માતબર ફાળો આપશે. વધુમાં તેમણે વર્તમાન સરકારની ઐાધોગિક એકમો પ્રત્યેની નીતિની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, માત્ર કાગળ ઉપર નહિ વાસ્તવિકતાના આધારે નિર્ણય કરનારી આ અમારી સરકાર છે.
પ્રાચીન નગરી મગધના આર્ચાય ચાણક્યને આ પ્રસંગે યાદ કરતાં માંડવિયાએ જણાવ્યું હતું કે સંપતિ સર્જન કરનાર તથા રોજગાર ઉભા કરનાર લોકોનું સન્માન કરવું જોઈએ.કેમ કે, સંપતિ સર્જનથી દેશની તિજોરીમાં ટેકસ આવશે.જેનાથી સરકાર ખેડૂત તથા ગરીબ વર્ગના કલ્યાણ માટે નવી યોજના બનાવશે.આમ, વર્તમાન ડબલ એન્જિનની સરકાર આ દિશામાં આગળ વધી રહી છે.
વધુમાં તેમણે યુરોપ અને ભારતની વાત કરતાં જણાવ્યું કે, જે સમયે યુરોપમાં સાંજના ૫ વાગ્યાનો સમય થયો હોય ત્યારે ભારતમાં સવારના પ વાગ્યાનો સૂર્યોદયનો સમય થાય છે.આમ, ભારત સરકારની ઔધોગિક પોલીસીના કારણે નવા નવા ઔધોગિક રોકાણને કારણે ભારતમાં ખરેખર સૂર્યોદય થવાનો છે.તેમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું.
ભરૂચના ઐતિહાસિક ઉદ્યોગોના મહત્વને યાદ કરતાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ઔધોગિક હબ તરીકે નામના પામેલી ભરૂચ નગરીમાં રૂ ૬૭ હજાર કરોડનું રોકાણને વધારીને રૂ.૫ લાખ કરોડ સુધીના એમઓયુ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.