સન્માનિત પહેલવનોના જોરદોર વિરોધને પગલે ભારતીય રમત ગમત મંત્રાલયે આજે 24 ડીસેમ્બરને રવિવારે એક મહત્વનો નિર્ણય લીધો છે.જેમાં મંત્રાલયે નવ નિયુકત ભારતીય કુસ્તીસંઘને સસ્પેન્ડ કરી દીધુ છે.
અત્રે નોંધનિય છે કે ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહને હટાવ્યા બાદ ચૂંટણી થઈ હતી અને તેમાં બ્રિજભૂષણ સિંહના ખૂબ જ નજીકના ગણાતા એવા સંજયસિંહ ચૂંટાઈ આવ્યા હતા.
જોકે સંજયસિંહ રેસલિંગ એસોસિએશનના અધ્યક્ષ બન્યા બાદ સાન્માનિત રેસલરર્સ સાક્ષી મલિકે કુસ્તી છોડવા અંગે જાહેરાત કરી હતી.
પત્રકાર પરિષદમાં જેમણે આ જાહેરાત કરતા ખળભળાટ મચી ગયો હતો.તો વળી બજરંગ પુનિયાએ પણ પદ્મશ્રી પરત કર્યો હતો.તો અન્ય એક એથલિસ્ટ વિરેન્દ્રસિંહે પણ પદ્મશ્રી પરત કરવાની જાહેરાત કરતા સરકારના પગમાં રેલો આવ્યો અને આખરે ખેલ મંત્રાલયે WFI ની નવી બોડીને સસ્પેન્ડ કરી દીધી છે.
રેસલિંગ એસોસિએશનને સસ્પેન્ડ કર્યા બાદ ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવનાર કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું કે,આ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો છે.અમારી બહેનો અને દીકરીઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે તેનાથી સંબંધિત લોકોને સંપૂર્ણપણે દૂર કરવા જોઈએ.અમારા પર અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા.રાજનીતિ કરવામાં આવી હતી.જ્યારે અમે મેડલ જીતીએ છીએ ત્યારે અમે દેશના છીએ.અમે ખેલાડીઓ ક્યારેય જાતિવાદ જોતા નથી.
અમે એક જ થાળીમાં સાથે ખાઈએ છીએ.”
બજરંગે કહ્યું,”જે એસોસિયેશન રચાયું છે તે ખેલાડીઓને મદદ કરવા માટે છે,તેમને હેરાન કરવા માટે નહીં.અમે નિષ્પક્ષ ચૂંટણીઓ ઈચ્છીએ છીએ.બ્રિજભૂષણ શરણ સિંહે દરેક રાજ્યમાં પોતાના લોકોને સ્થાન આપ્યું છે.અમારું સત્ય દર્શાવવામાં આવ્યું નથી.”અમે તેની સાથે જોડાયેલા ન હતા. કોઈપણ રીતે રાજનીતિ કરો.વિપક્ષે અમને ટેકો આપ્યો.અમે સરકારી લોકોને પણ અમને સમર્થન આપવા કહ્યું હતું.ત્યારે અમને કોઈએ સાથ આપ્યો ન હતો.અમે મહિલા સાંસદોને પત્રો પણ લખ્યા હતા,પણ કોઈએ અમને સાથ આપ્યો ન હતો.બાળકોએ હિંમત ભેગી કરી.