ઉત્તરાખંડ હરિદ્વાર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર સાથે હરિહર આશ્રમ કંખલ હરિદ્વાર ખાતે ‘દિવ્ય આધ્યાત્મિક મહોત્સવ’નું ઉદ્ઘાટન કર્યું.આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ દ્વારા જુનાખાડા આચાર્યપીઠની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ થયાની યાદમાં આ ત્રિ-દિવસીય કાર્યક્રમનું આયોજન ‘શ્રીદત્ત જયંતિ’ તરીકે કરવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે સંઘ સરસંચાલકે જણાવ્યુ કે માત્ર ભાષણથી સફળતા નથી મળતી પણ એક પણ શબ્દના આચરણ અને નિરંતર પ્રક્રિયા થકી જ સમાજમાં પરિવર્તન લાવી શકે છે.
તેમણે કહ્યુ કે પોતાના આચરણથી જ પરિવર્તન લાવી શકાય છે
આ પ્રસંગે સંઘ સરસંચાલકે જણાવ્યુ કે માત્ર ભાષણથી સફળતા નથી મળતી પણ એક પણ શબ્દના આચરણથી સફળતા તરફ આગણ વધી શકાય છે.એને આ નિરંતર પ્રક્રિયા જ સમાજમાં પરિવર્તન લાવી શકે છે.તેમણે કહ્યુ કે પોતાના આચરણથી જ પરિવર્તન લાવી શકાય છે માત્ર ભાષણો કરવાથી નહી.
તેમણે ઉદાહરણ આપતા જણાવ્યુ કે ભગવાન શ્રીરામચંદ્રજી પોતાના આચરણ થકી જ મર્યાદાપુરુષોત્તમ કહેવાયા અને આજે હજારો વર્ષબાદ પણ તેમના કાર્યોને લોકો યાદ કરી તે અનુસાર આચરણ કરવા પ્રયાસ કરે છે. અને આપણે પણ ફળની ઈચ્છાઓમાં ફસાયા વિના જ મર્યાદાપૂર્ણ કાર્યો કરવા આવશ્યક છે,માનવ જીવન અને મૂલ્યોના પરિવર્તન માટે આમ કરવુ આવશ્યક બન્યુ છે.
આ ખૂબ જ લાંબુ અને મુશ્કેલ કાર્ય છે તે હર હંમેશ સફળ થાય જ એ જરૂરી નથી.પણ ઉત્સાહ અને ધૈર્યથી કાર્ય કરતા જ રહેવાનું છે ત્યારે કોઈકવાર સફળતા મળી શકે છે.
મોહનજી ભાગવતે વધુમાં ઉમેર્યુ કે કે આ પ્રકારે સમાજ પરિવર્તનના કાર્યમાં ભગવાનમાં વિશ્વાસ રાખી ફળ તેમના પર છોડી આત્મવિશ્વાસ સાથે આગળ વધી અથાગ કાર્ય તમામ લોકોએ કરવુ પડશે.
આ બાબાત તેમણે શ્રીમદ ભગવદ ગીતાજીના ઉપદેશ પરથી જણાવ્યુ હતુ.
સર સંઘચાલક મોહનજી ભાગવતે જણાવ્યુ કે આ પ્રકારે અથાગ અને સતત કાર્ય પ્રયાસ સૌ લોકો કરશે તો એક દિવસ ભારત વિશ્વગુરૂ બનશે તેમા બે મત નથી.અને આ વિશ્વગુરૂ ભારત સમસ્ત વિશ્વને માર્ગદર્શન આપશે. તેમણે એમ પણ જણાવ્યુ કે માત્ર ને માત્ર સનાતન ધર્મ જ દુનિયાને સુખ-શાંતિ અને માર્ગદર્શન રૂપ બની શકે છે.