સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ અને સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘વાઇબ્રન્ટ ભાવનગર વિઝન 2030: ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો’ ની આજરોજ ભાવનગર નાં પ્રવાસે પધારેલા કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડોમનસુખ માંડવીયાએ મુલાકાત લીધી હતી.આ એક્સપોનો મુખ્ય હેતુ ઇન્ડસ્ટ્રીઝ, ટ્રેડ,મેન્યુફેક્ચરિંગ કંપની,સ્ટાર્ટઅપ વગેરે ઉદ્યોગોને વેગ મળે તેવો છે.એક્સપોમાં ગુજરાત પોલ્યુશન બોર્ડ,ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલોપમેન્ટ,ભારતીય સ્ટેટ બેંક,ઓમેગા એલિવેટર,આયુષ ઇન્ફ્રાકોનના વિવિધ ઉદ્યોગોના સ્ટોલ ઉભા કરી જરૂરી માહિતીઓ આપવામાં આવી રહી છે.
આ તકે મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ભાવનગરમાં સૌપ્રથમ વખત શરૂ થયેલો આ કાર્યક્રમ એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.ભાવનગર પાસે અલંગની વૈશ્વિક ઓળખ તો હતી જ હવે ભાવનગર કન્ટેનર હબ બનવા જઇ રહ્યું છે.વધુ ઉમેરતાા તેમણે કહ્યું હતુ કે વડાપ્રધાન પણ દેશને વિકાસની દિશામાં આગળ લઈ જઈ રહ્યા છે.તેવી જ રીતે આ એક્સ્પો થકી ભાવનગરને વિકાસની નવી દિશા મળશે.
તેમણે કહ્યું કે,વિકાસની સાથે સાથે દેશની વિરાસતનું પણ સંરક્ષણ થઇ રહ્યું છે.લોથલ અને ધોળાવીરા સહિતની વિરાસતને ફરી જીવંત કરવા પણ સરકાર પ્રયત્નો કરી રહી છે.
દેશમાં બ્રેઇન પાવર અને મેન પાવરને વિકાસની સાથે કેવી રીતે જોડી શકાય તે બાબતે સરકાર દ્વારા પણ યોગ્ય આયોજન કરી કામગીરી કરવામાં આવી રહી છે.કોરોનાના સમયમાં પણ કોરોનાની રસી શોધી અન્ય દેશોને પણ પૂરી પાડવામાં આવી હતી.આથી બ્રેનપાવાર અને મેનપાવાર એ વિકાસમાં મહત્વનો ભાગ ભજવતો હોય છે.
ભાવનગરના ઉદ્યોગ સાહસિકો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ભાવનગરમાં કન્ટેનર હબ બનવા તરફ આગળ જઈ રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્યમાં ભાવનગર કન્ટેનર હબ બનવા જઈ રહ્યું છે.ભાવનગરના વિકાસમાં રોડ,રસ્તા,હવાઈ,દરિયાઈ માર્ગો વિકાસ તરફ આગળ લઈ રહ્યા છે. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ,રો રો ફેરી સર્વિસ,આગામી દિવસોમાં તૈયાર થનારમં સી.એન.જી.ટર્મિનલ, કન્ટેનર મેન્યુફેકચરિંગ હબ,મોટી ઇન્ડસ્ટ્રીઓ ઊભી થતાં ભાવનગરને વિકાસના પંથે આગળ ધપાવશે.આવા કાર્યક્રમના સામૂહિક પ્રયાસોથી ભાવનગરને વિકાસની દિશામાં આગળ ધપાવીએ તેમ તેમણે પોતાના વક્તવ્યમાં કહ્યું હતું.