30
વર્ષ પહેલાં જ મંદિરનું મોડલ તૈયાર થઇ ચુક્યુ હતુ. હવે સપનું સાકાર થયુ છે….આ શબ્દ
છે ચંદ્રકાંત સોમપુરાના.. સોમનાથ મંદિર
અને અક્ષરધામ જેવા મંદિરો તૈયાર કરનાર ચંદ્રકાંત સોમપુરાએ વર્ષ 1987માં વિશ્વ
હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અશોક સિંઘલના કહેવાથી રામ મંદિરનું મોડલ
તૈયાર કર્યું હતું.ઘણા
વર્ષો બાદ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અયોધ્યામાં ચંદ્રકાંત સોમપુરા દ્વારા
બનાવેલી ડિઝાઇન મુજબ ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે. આ
દરેક દેશવાસીઓ માટે ગર્વની વાત છે.
ચંદ્રકાંત સોમપુરાએ ભુતકાળ વાગોળતા કહ્યું કે 30 વર્ષ પહેલા જ્યારે સરકારે અમને જ્યાં
સ્ટ્રક્ચર હતું ત્યાં ટેપ વડે માપણી કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે
અમે ચાલીને પગલાં વડે માપ લીધુ હતુ. માપ લીધા પછી, અમે બહાર આવ્યા અને ભગવાન શ્રી રામની
કૃપાથી, જ્યારે
નકશો આવ્યો, ત્યારે
વાસ્તવિક માપ અમારા દ્વારા લેવામાં આવેલા માપથી થોડા ફૂટ આગળ-પાછળ હતું.
વધુમાં
ચંદ્રકાંત સોમપુરાએ જણાવ્યુ હતુ કે અયોધ્યાના રામમંદિરને નાગરશૈલીમાં બનાવવામાં
આવ્યુ છે. તેમણે કહ્યુ કે અમે ઘણી પેઢીઓથી મંદિર બનાવી રહ્યા છીએ. સોમનાથ મંદિર
મારા દાદાએ બંધાવ્યું હતું. અમે પુરખો પાસેથી આ કળા શિખ્યા છે. તેથી અમને સારી રીતે
યાદ છે કે શિવ મંદિર કેવી રીતે બને છે, ભગવાન વિષ્ણુનું મંદિર હોય તો ત્યાં શું
હોવું જોઈએ. મારા દાદાએ મંદિર શાસ્ત્ર પર 16 પુસ્તકો લખ્યા છે, જે મુજબ અમે મંદિર બનાવીએ છીએ.
રામ
મંદિરની વિશેષતા જાણો
ભારતમાં
મંદિર ડિઝાઇન કરવાની 16 શૈલીઓ છે, જેમાં ત્રણ મુખ્ય શૈલી છે
ઉત્તર
ભારતમાં નાગર શૈલી, દક્ષિણમાં દ્રવિડ શૈલી, અને મધ્ય પૂર્વ ભારતમાં પગોડા શૈલી
રામમંદિર
નાગર શૈલીમાં બનશે, સોમનાથ, અંબાજી, અક્ષરધામ નાગરશૈલીમાં બન્યા
120
એકર જમીન પર પાંચ ગુંબજવાળુ ત્રણ માળનું મંદિર વિશ્વમાં પ્રથમ
ત્રણ
માળના મંદિરમાં કુલ 318 સ્તંભ હશે જેમાં દરેક માળ પર 106 સ્તંભ તૈયાર કરાશે
મંદિરના
નક્શીકામમાં ભગવાન શ્રી રામના 16 ગુણો જોવા મળશે
ભક્તોને
25 ફુટ દુરથી રામ લલ્લાના દર્શન થશે
મંદિરમાં
વિષ્ણુના દશાવતાર, 64 યોગિની, 52 શક્તિપીઠ, સુર્યના 12 સ્વરૂપની મૂર્તિ હશે
મંદિરમાં
બે ચબૂતરા પહેલો ચબુતરો 8 ફૂટ ઉંચો અને 10 ફૂટ પહોંળો
બીજો
ચબૂતરો 4 ફૂટ 9 ઈંચ હશે અને તે તેની ઉપર સ્તંભ લાગેલા હશેચંદ્રકાંત સોમપુરાએ
જણાવ્યું કે, પહેલા
મંદિરમાં ગર્ભગૃહ હતું. સામે ગુડ મંડપ અને નૃત્ય મંડપ હતા. સામાન્ય રીતે મંદિરનું
નિર્માણ આ રીતે જ કરવામાં આવે છે. આ જ રીતે નવા મંદિરનું મોડેલ તૈયાર કરવામાં
આવ્યું હતું. આ મંદિરને મોટું બનાવવાનું નક્કી થયું ત્યારે મેં મંદિરની આગળ એક
મંડપ લંબાવ્યો અને પાછળ બે મંડપ બાંધ્યા, કુલ પાંચ મંડપ અને એક ગર્ભગૃહ બનાવ્યું
છે. આ બધું નગર શૈલીમાં તૈયાર થયું છે. શ્રી રામ મંદિરનું ગર્ભગૃહ અષ્ટકોણીય છે.
એટલે કે ભગવાન વિષ્ણુના આઠ અવતાર છે અને તે મુજબ આઠ દિશાઓ છે. જેના કારણે
ગર્ભગૃહને અષ્ટકોણીય બનાવવામાં આવ્યું છે. તેની ટોચ પર, શિખર, મંદિર, ગુડ મંડપ, નૃત્ય મંડપ, રંગ મંડપ, સભા મંડપ અને પ્રાર્થના મંડપ પણ નાગરશૈલીમાં
બાંધવામાં આવ્યા છે.