સમગ્ર સનાતનીઓ કે જેઓ અયોધ્યા કે જ્યાં રામ જન્મ થયો છે, ત્યાં મંદિર માટે તરસી રહ્યા હતા. ત્યારે લાંબા સમયની તપસ્યા બાદ હવે રામજી ફરી આવશે. તેમને બિરાજમાન કરવાની સંપૂર્ણ તૈયારીઓ થઇ ચુકી છે. બસ તેમના પ્રાણપ્રતિષ્ઠાના મૂહુર્તની ઘડીઓ ગણાય રહી છે. ત્યારે વાત કરવી છે એ મહાનાયકોની જેમણે વર્ષો પહેલા આજના આ રામમંદિરના સ્વપ્નને પૂર્ણ કરવા માટે સંધર્ષ કર્યા હતા. આજે તેમના સંધર્ષની તેમની રામ ભક્તિની વાત કરવી છે. કોણ છે આ ચહેરાઓ તેમના વિશે જાણીએ….
તમે જાણો છે તેમ હવે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાની શુભ ઘડી નજીક આવી રહી છે. રામ મંદિરના નિર્માણ પાછળ કેટલીય પેઢીઓનો અસંખ્ય બલિદાન છે. રામમંદિર આંદોલન માટે લાખો રામભક્તો અને કારસેવકોએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે. રામ મંદિરનો ગૌરવશાળી ઇતિહાસ જન આંદોલનના રૂપમાં ઓળખવામાં આવે છે. જાણીએ તેમના વિશે..
મહંત અવૈદ્યનાથ
રામ મંદિર આંદોલન સાથે નાથ સંપ્રદાયના ગોરક્ષ પીઠની ત્રણ પેઢીના આ આંદોલનમાં મુખ્ય ભૂમિકા રહી છે. મહંત અવૈદ્યનાથ રામ મંદિર ચળવળનું નેતૃત્વ કરવા માટે 1980ના દાયકામાં સ્થાપિત રામજન્મભૂમિ મુક્તિ યજ્ઞ સમિતિના પ્રથમ અધ્યક્ષ હતા. તેઓ મંદિરના નિર્માણ માટે રામ જન્મભૂમિ ટ્રસ્ટના પણ અધ્યક્ષ રહી ચુક્યા છે. તેઓ તેનાથી જોડાયેલા તમામ આંદોલનમાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી છે. મહંત અવૈદ્યનાથને બાબરી ધ્વંશના કેસમાં મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો. બ્રહ્મલિન મહાન અવૈદ્યનાથ ગોરક્ષ પીઠાધિશ્વરના વડા હતા સાથે જ તેઓ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગુરુ હતા.
મહંત રામચંદ્ર પરમહંસ દાસ
મહંત રામચંદ્ર પરમહંસ દાસ રામ મંદિર આંદોલનના સુત્રાધાર હતા. તેમણે 1949થી રામલલાના મંદિર માટે અનેકવાર આંદોલન કર્યું હતું. તમણે રામજન્મભૂમિ ચળવળને નવી દિશા આપી હતી.પરમહંસજી તેમના અંતિમ શ્વાસ સુધી આ આંદોલનનું નેતૃત્વ કરતા રહ્યા. તેમના મૃત્યુના સમય સુધી રામચંદ્ર દાસ દિગંબર અખાડાના મહંત તેમજ રામ જન્મભૂમિ ટ્રસ્ટના પ્રમુખ હતા.
દેવરાહ બાબા
રામ મંદિર આંદોલનને નવી ઊંચાઈ આપનાર સંતોમાં દેવરાહ બાબાનું નામ આદર અને સન્માન સાથે લેવામાં આવે છે. દેવરાહ બાબાએ જાન્યુઆરી 1984માં અલ્હાબાદમાં યોજાયેલી ધર્મ સંસદની અધ્યક્ષતા કરી હતી. જેમાં રામ મંદિરના શિલાન્યાસની તારીખ 9 નવેમ્બર 1989 નક્કી કરવામાં આવી હતી. કહેવાય છે કે તેમના આદેશ બાદ તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ તમામ વિરોધ છતાં વિવાદિત સ્થળનું તાળું ખોલ્યું હતું.
અશોક સિંઘલ
વિશ્વ હિંદુ પરિષદના સ્થાપક સભ્યોમાંથી એક અશોક સિંઘલ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે અનેક આંદોલનોમાં સહભાગી હતા. આરએસએસની સહાયક સંસ્થા વીએચપીના વડા અશોક સિંઘલે રામ મંદિર આંદોલનમાં કેન્દ્રીય ભૂમિકા ભજવી હતી. 80ના દાયકામાં અશોક સિંઘલ જીના નેતૃત્વમાં શિલા પૂજન, દિલ્હીમાં ધર્મ સંસદ અને વિશાળ હિંદુ સમેલનોએ રામ મંદિર ચળવળમાં નવો જુવાળ જગાવ્યો હતો. અશોક સિંઘલ પણ બાબરી સ્ટ્રક્ચર ડિમોલિશન કેસમાં આરોપી હતા. તેઓ 2011 સુધી VHPના અધ્યક્ષ રહ્યા. 17 નવેમ્બર 2015ના રોજ રામ મંદિર નિર્માણ આંદોલનમાં મોટી ભૂમિકા ભજવતા તેમનું અવસાન થયું.
મોરોપંત પિંગલે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક મોરોપંત પિંગળે 1980ના દાયકામાં રામ મંદિર ચળવળના સુત્રધાર હતા. રામ મંદિર નિર્માણ આંદોલન માટે મોટી યાત્રાઓ અને વિવિધ રાષ્ટ્રવ્યાપી અભિયાનો શરૂ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જેમાં શિલા પૂજા કાર્યક્રમ પણ સામેલ હતો. જે અંતર્ગત ત્રણ લાખથી વધુ ઈંટો અયોધ્યા પહોંચાડવામાં આવી હતી. તેમની દેખરેખ હેઠળ, VHPએ દેશના ત્રણ લાખથી વધુ ગામોમાં પથ્થરોની પૂજા કરાવી. 1990માં કારસેવાથી લઈને 6 ડિસેમ્બર, 1992ના રોજ બાબરીના ઢાંચાને તોડી પાડવા સુધી તમે કેન્દ્રીય ભૂમિકા ભજવી હતી.
કોઠારી બંધુઓ
રામ મંદિર આંદોલનની સાથે સાથે કોઠારી બંધુઓનું નામ પણ ઈતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરોમાં અમર છે. 30 ઓક્ટોબર 1990ના રોજ બંગાળના કોઠારી બંધુઓએ વિવાદિત પરિસરમાં બનેલી બાબરી મસ્જિદના ગુંબજ પર ભગવો ધ્વજ ફરકાવ્યો હતો. તે પછી જ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બંને ભાઈઓએ જીવ ગુમાવ્યો હતો. મૃત્યુ સમયે રામ કુમાર 23 વર્ષના હતા અને શરદ કુમાર માત્ર 20 વર્ષના હતા.
ત્યારે આ તમામના અમુલ્યો, અદ્વતિય યોગદાન બાદ હવે તેનું ફળ હયાત પેઢીને ચાખવા મળશે. ઘણી સદીઓની લાંબી રાહ બાદ ભગવાન રામલલા ગર્ભગૃહમાં બિરાજશે. 22 જાન્યુઆરીએ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. ભગવાન રામલલાના અભિષેક માટે 84 સેકન્ડનો ખૂબ જ સૂક્ષ્મ શુભ સમય નક્કી કરવામાં આવ્યો છે. જે 12:29 મિનિટ 8 સેકન્ડથી 12:30 મિનિટ 32 સેકન્ડ સુધી રહેશે. આવી સ્થિતિમાં દરેક ભારતીયનું હૃદય આનંદથી ભરાઈ જશે….