રામ મંદિરના પ્રારંભ કાર્યક્રમ પછી બીજેપી 100 દિવસ વિશેષ દર્શનનું અભિયાન ચલાવશે. 24 જાન્યુઆરીથી ભાજપ 1 લોકસભા દીઢ ત્રણ હજાર લોકોને અયોધ્યમાં રામલલાને દર્શન કરાવશે.લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા બીજેપી ભગવાન શ્રી રામના દર્શન કરાવી ઘરે ઘરે રામલલ્લાને પહોંચાડવાનો પ્લાન બનાવાયો છે.
બીજેપી ગામે ગામ રામોત્સવનું આયોજન કરી રામમય માહોલ બનાવવાના પ્લાનિંગમાં છે. ર૪ જાન્યુઆરીથી શરૂ થનાર આ બીજેપી વિશેષ અયોધ્યા રામ લલ્લા દર્શન માટે ખાસ ટ્રેનોની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ માહિતિ પાર્ટીના સૂત્રો દ્વારા આપવામાં આવી છે.
જો કે લોકોમાં ચર્ચા છે કે ભાજપના આ અભિયાનને 2024ની લોકસભા ચૂંટણી પહેલા શ્રધ્ધાળુ મતદારોને રિઝવવાના પ્રયાસના ભાગરૂપે જોવાઇ રહ્યુ છે. 22 જાન્યુઆરી બાદ દેશના બઘા લોકસભા ક્ષેત્રોમાંથી ત્રણથી પાંચ હજાર લોકોને અયોધ્યામાં રામલલ્લાના દર્શનની તૈયારી છે. વિવિધ લોકસભા ક્ષેત્રમાં રામલલ્લાના દર્શનના ઇચ્છુક લોકોની યાદી તૈયાર કરવાની જવાબદારી સાંસદો અને ધારાસભ્યને સોંપવામાં આવી છે.
ભાવિકોની અયોધ્યામાં રહેવા-જમવાની પણ વ્યવસ્થા ભાજપ દ્વારા કરવામાં આવશે.દર્શનાર્થીઓની યાદી બુથ લેવલે તૈયાર કરવાની પણ યોજના ભાજપે બનાવી છે. આ યાદીને જીલ્લા કક્ષાથી પ્રદેશમાં મોકલવામાં આવશે. ત્યાર બાદ અયોધ્યા આવવા-જવાથી લઇને તમામ વ્યવસ્થા પણ ભાજપ કરશે. આ અભિયાન માટે લગભગ 1 હજાર વિશેષ ટ્રેન પણ 100 દિવસ દોડવવામાં આવશે.