રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલેએ શિક્ષણમાં ભારતીય પ્રણાલીને બદલવાના વિષય પર આયોજિત સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તેમણે જણાવ્યુ કે શિક્ષણ અંતઃકરણને જાગૃત કરે છે. શિક્ષણનું મહત્વ સમજો. ભારતનું શિક્ષણ ભારતીય કેન્દ્રિત હોવું જોઈએ. આ માટે દરેકે પ્રયત્નો કરવા પડશે. નવી શિક્ષણ નીતિ દેશમાં નવું વાતાવરણ સર્જી રહી છે. સમાજમાં સકારાત્મક પરિવર્તન, ચારિત્ર્ય નિર્માણ અને પર્યાવરણ સંરક્ષણ જેવા મુદ્દાઓ પણ ભારતીય જ્ઞાન પરંપરાઓ દ્વારા ઉકેલાઈ રહ્યા છે.
વધુમાં તેમણે કહ્યું કે વ્યક્તિગત જીવનના પડકારોનો જવાબ ભારતીય શિક્ષણમાં છે. નવી શિક્ષણ નીતિના કારણે સાનુકૂળ વાતાવરણ સર્જાઈ રહ્યું છે. આપણે કહી શકીએ કે નવી શિક્ષણ નીતિ નવી પેઢીમાં આવો વિશ્વાસ પેદા કરી રહી છે. આમાંથી જે પ્રતિબદ્ધ પેઢી તૈયાર થશે. તે સમાજમાં માનવ પ્રેમની લાગણીનો વિકાસ કરશે. જેથી ભારત વિશ્વમાં એક મોડેલ બની શકે.
તેમણે કહ્યું કે શિક્ષણની બાબતમાં ભારત વિશ્વની મહાન પરંપરાઓનું વારસદાર છે. કમનસીબે, આઝાદી પછીની પેઢી આ મહાનતાને સમજવા માટે કોઈ પ્રયત્નો કરી શકી નથી. તેને આનાથી વંચિત રાખવાના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા. તેમણે કહ્યું કે હવે આપણે નવી શિક્ષણ નીતિથી દેશમાં નવી ઉર્જા અને નવા વાતાવરણનું નિર્માણ થતું જોઈ રહ્યા છીએ.