જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં સેનાના વાહનો પર થયેલા આતંકી હુમલાને લઈને સેનાની સાથે ભારત સરકાર પણ ઘણી ગંભીર છે. આ દરમિયાન કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે રાજૌરી પહોંચ્યા હતા, જ્યાં તેઓ અધિકારીઓ સાથે બેઠક કરશે.ગયા ગુરુવારે પુંછમાં થયેલા હુમલામાં ચાર જવાન શહીદ થયા હતા અને બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. આતંકવાદીઓએ ઓપરેશન માટે જઈ રહેલા સેનાના વાહન પર હુમલો કર્યો હતો. આ દરમિયાન આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેના કારણે ઘણા જવાનો ઘટનાસ્થળે જ શહીદ થયા. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ પહેલા આર્મી ચીફ પણ મંગળવારે જમ્મુ-કાશ્મીર પહોંચ્યા હતા.