આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા ઈન્સ્ટાગ્રામ પર બ્રાહ્મણ-શુદ્ર સાથે સંબંધિત એક ઉપદેશ શેર કર્યા બાદ વિવાદમાં ફસાઈ ગયા હતા. હવે તેમણે આ અંગે માફી માંગી છે. તેમણે X પર લખ્યું, ‘નિયમિત રીતે દરરોજ સવારે હું મારા સોશિયલ મીડિયા હેન્ડલ પર ભગવદ ગીતાનો એક શ્લોક અપલોડ કરું છું. અત્યાર સુધી મેં 668 શ્લોકો શેર કર્યા છે. તાજેતરમાં મારી ટીમના એક સભ્યએ અધ્યાય 18 શ્લોક 44 માંથી ખોટા અનુવાદ સાથે એક શ્લોક પોસ્ટ કર્યો.
તેમણે આગળ લખ્યું, ‘મને ભૂલનો અહેસાસ થતાં જ મેં તરત જ પોસ્ટ હટાવી દીધી. ડિલીટ કરેલી પોસ્ટથી જો કોઈને દુઃખ થયું હોય તો હું દિલથી માફી માંગુ છું. જણાવી દઈએ કે વિવાદ સામે આવ્યા બાદ વિપક્ષી નેતાઓએ સરમા પર નિશાન સાધ્યું હતું, ત્યાર બાદ તેમણે X માંથી તેમની જૂની પોસ્ટ હટાવી દીધી હતી.
સરમાએ જૂની પોસ્ટમાં શું લખ્યું?
સરમાએ X પર ભગવદ ગીતાના અધ્યાય 18નો શ્લોક 44 શેર કર્યો, આસામી ભાષામાં લખ્યુ, ‘ભગવાન શ્રી કૃષ્ણએ પોતે વૈશ્ય અને શુદ્રોની કુદરતી ફરજોનું વર્ણન કર્યું હતું.’ નીચે આપેલા વિડિયોમાંના શ્લોક મુજબ, ‘ખેતી, ગાયપાલન અને વેપાર એ વૈશ્યોની સ્વાભાવિક ફરજ છે અને બ્રાહ્મણ, ક્ષત્રિયો અને વૈશ્યોની સેવા કરવી એ શુદ્રોની સ્વાભાવિક ફરજ છે.’ કોંગ્રેસ અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI-M) દ્વારા તેની ટીકા કરવામાં આવી હતી.
જુઓ, શું હતું સરમાનું ટ્વિટ