1 જાન્યુઆરી 2024Sએ સવારે 9 વાગ્યે ઈસરો ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. નવા વર્ષના પહેલા જ દિવસે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઇસરો XPoSAT સેટેલાઇટને લોન્ચ કરશે. આ ઉપગ્રહ અવકાશમાં થતા રેડિયેશનનો અભ્યાસ કરશે. તેમના સ્ત્રોતોની તસવીરો લેશે.
સેટેલાઇટમાં લગાવવામાં આવેલા ટેલિસ્કોપ રામન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ ઉપગ્રહ બ્રહ્માંડના 50 તેજસ્વી સ્ત્રોતોનો અભ્યાસ કરશે. જેમાં પલ્સર, બ્લેક હોલ એક્સ-રે બાઈનરી, એક્ટિવ ગેલેક્ટીક ન્યુક્લી, નોન-થર્મલ સુપરનોવાનો સમાવેશ થાય છે. આ સેટેલાઇટ 650 કિલોમીટરની ઉંચાઈ પર તૈનાત કરવામાં આવશે.
પોલિક્સ આ ઉપગ્રહનો મુખ્ય પેલોડ છે. જેને રમન સંશોધન સંસ્થા અને યુઆર રાવ સેટેલાઇટ સેન્ટરએ સાથે મળીને બનાવ્યો છે. આ 126 કિલોનું સાધન અવકાશમાં રહેલા સ્ત્રોતોના ચુંબકીય ક્ષેત્ર, રેડિયેશન, ઈલેક્ટ્રોન સહિતના પાસાનો અભ્યાસ કરશે. તે 8-30 keV રેન્જના એનર્જી બેન્ડનો પણ અભ્યાસ કરશે. પોલિક્સ અવકાશમાં 50 સૌથી તેજસ્વી પદાર્થોમાંથી 40 જેટલા પદાર્થનો અભ્યાસ કરશે.
XSPECT એટલે એક્સ-રે સ્પેક્ટ્રોસ્કોપી અને સમય. તે 0.8-15 keV રેન્જના એનર્જી બેન્ડનો અભ્યાસ કરશે.તે પલ્સર,બ્લેક હોલ બાઈનરી,લો-મેગ્નેટિક ફિલ્ડ ન્યુટ્રોન સ્ટાર્સ, મેગ્નેટર્સનો અભ્યાસ કરશે.
પીએસએલવીની આ 60મી ઉડાન છે. જ્યારે પીએસએલવી-ડીએલની આ ચોથી ઉડાન છે. આ રોકેટનું વજન 320 ટન છે. તેની ઊંચાઈ 44.4 મીટર છે. આ 4 તબક્કાનું 2.8 મીટર વ્યાસનું રોકેટ છે. આ સેટેલાઇટની પ્રથમ ઉડાન 20 સપ્ટેમ્બર 1993એ થઈ હતી. 1993થી તેણે ઘણા સ્થાનિક અને વિદેશી ઉપગ્રહો સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે.