જો તમે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. કારણકે NPCI એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ તમામ UPI એપ્સ માટે એક સૂચના જાહેર કરી છે. NPCIએ તમામ યુપીઆઇ એપને નિષ્ક્રિય UPI એકાઉન્ટ બંધ કરવા કહ્યું છે. જાણો 1 જાન્યુઆરીથી કોના ખાતા બંધ થશે.
ઉલ્લેખનીય છે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ Gpay, Paytm, Phonepe અને BharatPe જેવી તમામ UPI એપને નિષ્ક્રિય UPI એકાઉન્ટ બંધ કરવાનો આદેશ આપ્યો છે.એવા લોકોના UPI એકાઉન્ટ બંધ કરવામાં આવશે. જેમણે છેલ્લા એક વર્ષથી તેમના UPI ID નો ઉપયોગ કર્યો નથી. ત્યારે વિવિધ કંપનીઓ 31 ડિસેમ્બર પછી આવા ખાતા બંધ કરવાનું શરૂ કરશે.
શા માટે આ નિર્ણય લેવાયો ?જાણો
ટ્રાઈના આદેશ અનુસાર, ટેલિકોમ કંપનીઓ ડીએક્ટિવેટેડ સિમકાર્ડને 90 દિવસ પછી બીજા યુઝર્સને ઇશ્યુ કરી શકે છે.ત્યારે હવે જો કોઈ વ્યક્તિ 90 દિવસ સુધી પોતાના નંબરનો ઉપયોગ નહીં કરે તો તે અન્ય વ્યક્તિને આપી દેવાશે. જે બાદ સમસ્યાએ આવશે કે જ્યારે આ જ નંબર બેંક સાથે પણ જોડાયેલો હોય અને યુઝરે બેંક ખાતા સાથે પોતાનો નવો નંબર અપડેટ ન કર્યો હોય. પછી થશે એવુ કે જેને પણ તે નંબર મળશે તે તેની મદદથી UPI એપ્સને એક્ટિવેટ કરશે. કારણ કે તે જ નંબર બેંક સાથે જોડાયેલો છે. લોકોને આ સમસ્યામાંથી બચાવવા માટે NPCIએ UPI એપ્સને છેલ્લા એક વર્ષથી નિષ્ક્રિય એવા તમામ ખાતાઓને બંધ કરવાની સૂચના આપી છે.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનો પરિપત્ર TPAP અને PSP બેન્કોને UPI ID સાથે સંકળાયેલ UPI નંબર અને ગ્રાહકોના ફોન નંબરની ઓળખ કરવા માટે નિર્દેશ આપે છે. જેમણે એક વર્ષ સુધી UPI એપ દ્વારા કોઈ નાણાકીય અથવા બિન-નાણાકીય વ્યવહારો કર્યા નથી. NPCI એ આવા ગ્રાહકોના UPI ID અને UPI નંબરને ઇનવર્ડ ક્રેડિટ ટ્રાન્ઝેક્શનથી બ્લોક કરવા અને UPI મેપરથી તેમની નોંધણી રદ કરવા જણાવ્યું છે. ઇનવર્ડ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન ફરી શરૂ કરવા માટે, ગ્રાહકોએ તેમની UPI એપ સાથે ફરીથી નોંધણી કરાવવી પડશે. અને તેમની UPI ID લિંક કરવી પડશે.