વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામનગરી અયોધ્યા પહોંચ્યા…જ્યાં તેમણે પોતાના પ્રવાસની શરૂઆત રોડ શોથી કર્યો. જે બાદ વડાપ્રધાન મોદીએ અયોધ્યા ધામ રેલ્વે સ્ટેશનનું ઉદ્ધાટન કર્યુ હતુ. જ્યાં તેમણે 6 વંદે ભારત ટ્રેન અને અમૃત ભારત ટ્રેનને લીંલી ઝંડી આપી હતી. અમૃત ભારત ટ્રેનની આજથી શરૂઆત થઇ ચુકી છે. આ ટ્રેનો અત્યાધુનિક સુવિધાથી સજ્જ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યાના નિષાદ પરિવારને પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે. પીએમ અહીં રવિન્દ્ર માંઝીના ઘરે પહોંચ્યા અને તેમને 22 જાન્યુઆરીએ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું હતુ. રામ મંદિરના પરિસરમાં ભગવાન નિષાદ રાજનું મંદિર બનાવવાની પણ યોજના છે.
તો આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પ્રવાસે છે.ત્યારે તેમણે મહર્ષિ વાલ્મીકિ ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામનું પણ ઉદ્ઘાટન કર્યુ હતુ. આ સાથે અયોધ્યા એરપોર્ટનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જે બાદ ઈન્ડિગોની પ્રથમ ફ્લાઈટ દિલ્હીથી અયોધ્યા મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ પર પહોંચશે. આ સિવાય મોદી 16 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યુ હતુ. આ પ્રસંગે રાજ્યપાલ આનંદી બેન પટેલ, સીએમ યોગી આદિત્યનાથ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, બંને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક હાજર હતા.