હૈદરાબાદના ભવાની નગરમાં આયોજિત એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે અમે 500 વર્ષ સુધી જ્યાં બેસીને કુરાન વાંચ્યું તે જગ્યા આજે આપણા હાથમાં નથી. યુવાનો શું તમને નથી દેખાઇ રહ્યુ કે ત્રણ ચાર અન્ય મસ્જિદને લઇને ષડયંત્ર થઇ રહ્યા છે. જેમાં ગોલ્ડન મસ્જિદ પણ સામેલ છે. દિલ્હીની મસ્જિદ પણ આમાં સામેલ છે? વધુમાં ઔવેસીએ ભીડને ભડકાવતા કહ્યુ કે તમારે આ બાબતો પર ધ્યાન આપવું પડશે. વધુમાં તેમણે કહ્યુ કે આપણે આપણી મસ્જિદ ગુમાવી દિધી છે. અને તમે જુઓ કે ત્યાં શું થઈ રહ્યું છે. શું તમને દુઃખ નથી?
Madarsa-e-Arabia Anwar-ul-Uloom, Bhavani Nagar, Hyderabad mein Barrister @asadowaisi ka khitaab.#AIMIM #asaduddinowaisi #owaisi #speech #Islamic #jalsa #Hyderabad #Telangana pic.twitter.com/fLmuRP5mij
— AIMIM (@aimim_national) January 1, 2024
અસદ્દીન ઔવેસીએ કહ્યુ કે તમારૂ સમર્થન અને શક્તિ બનાવી રાખો, તમારી મસ્જિદોની જાળવણી કરો. ઔવેસીએ યુવાનોને ભડકાવ્યા કે આપણી પાસે મસ્જિદો છીનવી લેવામાં આવશે. હું આશા રાખું છું કે આજના યુવાનો, જે આવતીકાલનો વૃદ્ધ માણસ હશે, તેઓ તેમની આંખો ખુલ્લી રાખો અને ગંભીરતાથી વિચારે કે તેઓ કેવી રીતે પોતા અને પોતાના પરિવારને, તેમના શહેરને અને તેમના પડોશને કેવી રીતે મદદ કરી શકે. એકતા એ શક્તિ છે, એકતા એ આશીર્વાદ છે.
ભાજપના નેતા અમિત માલવિયાએ આ નિવેદનને લઈને અસદુદ્દીન ઓવૈસી પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે હૈદરાબાદના સાંસદો જે શ્રેષ્ઠ છે તે જ કરી રહ્યા છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના સાંપ્રદાયિક રંગ આપવાનું છે. માલવિયાએ લખ્યું કે જ્યારે “2020માં, સચિવાલય બનાવવા માટે હૈદરાબાદમાં 2 મસ્જિદો (મસ્જિદ-એ-મોહમ્મદી અને મસ્જિદ-એ-હાશ્મી) તોડી પાડવામાં આવી હતી. ઓવૈસી આ શહેરમાંથી લોકસભાના સભ્ય છે ત્યારે તેઓ કશુ ના બોલ્યા. શું ત્યારે તેમને મસ્જિદો યાદ નથી આવી?