મેરી ઝોંપડી કે ભાગ આજ ખુલ જાયેગે.. રામ આયેંગે….સૌ કોઇના કંઠસ્થ થઇ ગયેલુ આ લોકપ્રિય ગીતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચાહક થઇ ગયા છે. આ ગીત બિહારના છપરાની રહેવાસી સ્વાતિ મિશ્રાએ ગાયુ છે. ત્યારે વડાપ્રધાન મોદી પણ આ ગીતના ફેન બની ગયા છે.
ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ એટલે કે ટ્વીટર પર લખ્યુ કે રામલલ્લાના સ્વાગતમાં સ્વાતિ મિશ્રાજીએ ભક્તિ સભર ગીત ગાયુ છે. જે મંત્રમુગ્ધ કરનારુ છે. વડાપ્રધાને તેમના ટ્વીટર માધ્યમ પર ગીતની લિંક શેર કરીને સ્વાતિ મિશ્રાના વખાણ કર્યા છે. મહત્વનું છે કે આ મંત્રમુગ્ધ ભજન શોશ્યિલ મિડિયા પર ખુબ જ આજકાલ વાયરલ થઈ રહ્યું છે. અને લોકો રીલ બનાવી રહ્યા છે. આ ગીતને અત્યાર સુધીમાં 42 મિલિયન વ્યુઝ મળી ચૂક્યા છે. આ ગીત સ્વાતિ મિશ્રાની યુટ્યુબ ચેનલ પરથી લોન્ચ કરવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદી પહેલા પણ ઘણા લોકોએ સ્વાતિ મિશ્રાનું આ ભજન શેર કર્યું હતું. આ પહેલા કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ, અશ્વિની કુમાર ચૌબે, યુપી સીએ યોગી આદિત્યનાથ અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા સહિત ઘણા લોકોએ આ ગીતની થીમ પર બનેલો વીડિયો ફેસબુક પર શેર કર્યો છે.
સ્વાતિ મિશ્રા છપરા સદર બ્લોકના માલા ગામની રહેવાસી છે. આ દિવસોમાં તે છપરામાં નથી. તેના મેનેજર હર્ષે જણાવ્યું કે હાલમાં સ્વાતિ મિશ્રા મુંબઈમાં છે. આ સિવાય સ્વાતિ મિશ્રાના બીજા ઘણા ગીતો છે જે વાયરલ થયા છે. હમણાં જ 2 જાન્યુઆરીએ, સ્વાતિ મિશ્રાનું બીજું ગીત રામ આયે હૈના ગીતો સાથે તેની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતના બોલ સ્વાતિ મિશ્રાએ પોતે લખ્યા છે.