વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે તેમની લક્ષદ્વીપ મુલાકાત વિશેનો અનુભવ શેર કર્યો હતો. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમની મુલાકાતની ઘણી તસવીરો શેર કરી છે. તસવીરોમાં પીએમ મોદી અલગ-અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે. PM મોદીએ લક્ષદ્વીપમાં 1156 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું.
PM મોદીએ લક્ષદ્વીપમાં 1,156 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પછી તેમણે વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. લક્ષદ્વીપમાં અદ્ભુત અનુભવો વર્ણવવાની સાથે, તેમણે ત્યાંના લોકોનો તેમના આતિથ્ય માટે આભાર માન્યો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો સમય લક્ષદ્વીપના બીચ પર વિતાવ્યો. તેઓએ બીચ પર શાંતિ અને કુદરતી સૌંદર્યનો આનંદ માણ્યો.પીએમ મોદી હંમેશા સાહસ માટે તૈયાર રહે છે. લક્ષદ્વીપના પ્રવાસ દરમિયાન તેણે સમુદ્રમાં ડૂબકી લગાવી અને ઊંડા પાણીમાં સ્નોર્કલિંગ પણ કર્યું.
પીએમ મોદી હંમેશા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપે છે. તેની ઝલક તેમની લક્ષદ્વીપની મુલાકાત દરમિયાન પણ જોવા મળી હતી. તેમણે દરિયા કિનારે મોર્નિંગ વોક કરી, લોકોને તેમના સ્વાસ્થ્ય વિશે સંદેશ આપ્યો.વડાપ્રધાને કુદરતની ગોદમાં છુપાયેલ લક્ષદ્વીપની સુંદરતા પણ દર્શાવી છે. તેણે દરિયા કિનારે આવેલા આ જંગલની તસવીરો શેર કરી છે. આ તસવીરો પર્યટકોને લક્ષદ્વીપ તરફ આકર્ષવા માટે પૂરતી છે.