ચૂંટણી જીત્યા પહેલા જ સુરેન્દ્રપાલ સિંહ ટીટીને મંત્રી બનાવવાની ભાજપની ચાલ કામે લાગી ન હતી,સોમવારે યોજાયેલી મત ગણતરીમાં ટીટીને હારનો સામનો કરવો પડ્યો હતો,તેઓને કોંગ્રેસના ઉમેદવાર રુપિન્દર સિંહ કુન્નરે 12570 મતોથી હરાવ્યા હતા,મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ તાજેતરમાં જ સુરેન્દ્ર પાલ સિંહને ચૂંટણી લડ્યા વિના સ્વતંત્ર પ્રભાર સાથે રાજ્યમંત્રી બનાવ્યા હતા.