રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે રામમંદિરમાં શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાને થવા થોડા જ દિવસો વધ્યા છે. દેશ-વિદેશોમાંથી મોટી સંખ્યામાં લોકોને આમંત્રણ અપાઇ ચુક્યા છે. ત્યારે આ વચ્ચે અમાંત્રણ મળ્યા, ન મળ્યાને લઇને અનેક વિવાદો વધી રહ્યા છે. આ વચ્ચે રામજન્મભૂમિના મુખ્ય આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે જેણે રામના અસ્તિત્વને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. આવા લોકોને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આમંત્રણ ન આપવું જોઈએ.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધીને આમંત્રણ આપવા પર આચાર્ય સત્યેન્દ્ર દાસે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ એ જ લોકો છે જેમણે એક સમયે રામના અસ્તિત્વનો ઇનકાર કર્યો હતો. આવા સનાતન વિરોધીઓને આમંત્રણ આપવાની જરૂર નથી, આવા લોકોએ આવવાની જરૂર નથી.
પ્રાણ પ્રતિષ્ઠા માટે કેટલાક બોલિવૃડ કલાકારો સહિત વિપક્ષના કેટલાક નેતાને આમંત્રણ આપવામાં આવ્યા છે. જેમાં નાના મોટા વિવાદ દેખાઇ રહ્યા છે. ત્યારે હવે અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે. તેમ તેમ માહોલ જામી રહ્યો છે. રામ ભક્તોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. દેશભરમાંથી કિંમતી તથા વિવિધ ભેટો અયોધ્યા પહોંચી રહી છે.