ગાંધીનગર: ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે તેમની સરકારે ભારતના જીડીપીમાં 10 ટકા યોગદાન આપવા અને 2026-27 સુધીમાં USD 500 અબજની અર્થવ્યવસ્થા બનવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.હાલમાં, દેશની પાંચ ટકા વસ્તી ધરાવતું ગુજરાત, રાષ્ટ્રીય ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં 8.3 ટકાનું યોગદાન આપે છે અને અગાઉના વર્ષમાં ભારતની કુલ વેપારી નિકાસમાં રાજ્યનો હિસ્સો 33 ટકા હતો,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક ઇમેઇલમાં જણાવ્યું હતું. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન થનારી 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્વે એક ન્યૂઝ એજન્સીને આપેલ ઇંટરવ્યૂમાં જણાવાયું હતું.