લોકસભા ચૂંટણી 2024 પહેલા રાહુલ ગાંધી ફરી એકવાર ભારત જોડો યાત્રા કાઢી રહ્યા છે. જોકે આ વખતે યાત્રાનું નામ અને સ્થળ બંને અલગ-અલગ છે. કોંગ્રેસની બહુપ્રતિક્ષિત ‘ભારત જોડો ન્યાય યાત્રા’ને બુધવારેના રોજ મોટો ઝટકો લાગ્યો હતો. આ યાત્રા મણિપુરના એક મેદાનથી શરૂ થવાની હતી. પરંતુ મણિપુર સરકારે તેને મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. કોંગ્રેસે સરકારના આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે.
યાત્રાની પરવાનગીને લઇને મણિપુર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી એન બિરેન સિંહને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. મીટિંગ પછી MPCC પ્રમુખ મેઘચંદ્રએ મીડિયાને જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો હવાલો આપી પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. મેઘચંદ્રએ કહ્યું કે યાત્રા હવે ખોંગજોમ યુદ્ધ સ્મારક સંકુલની નજીકની ખાનગી સાઇટથી શરૂ થશે. મેઘચંદ્રએ રાજ્ય સરકારના નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ અને લોકોના અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. જો કે, રાજ્ય સરકાર તરફથી કોઈ ટિપ્પણી ઉપલબ્ધ નથી.
તમને જણાવી દઈએ કે કોંગ્રેસ મણિપુર જિલ્લાના પ્રખ્યાત મેદાન હાફતા કાંગજીબુંગથી યાત્રાની શરૂઆત કરવા જઈ રહી હતી. રાજ્ય સરકારના નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા મેઘચંદ્રએ જણાવ્યું હતું કે, “આ લોકોના રાજકીય અધિકારોનું ઉલ્લંઘન છે. જો સરકાર જાહેર સ્થળે યાત્રાને મંજૂરી નહીં આપે તો પણ અમે વૈકલ્પિક ખાનગી જગ્યાની વ્યવસ્થા કરીશું. આ બિન -રાજકીય યાત્રા.” જે મહિલાઓ, ખેડૂતો અને ગરીબો માટે છે.”