ટૂંક સમયમાં સરકારી ટેલિકોમ કંપની ભારતીય સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNL દ્વારા 5G સર્વિસ શરૂ કરવામાં આવશે. અત્યાર સુધી 5G ઇન્ટરનેટ સેવા પુરી પાડવામાં Jio અને Airtelનું વર્ચસ્વ છે. લગભગ એક વર્ષ પહેલા Jio અને Airtel એ 5G સર્વિસ લોન્ચ કરી હતી. જો કે, બંને કંપનીઓ હજુ પણ ફ્રીમાં 5G સેવા આપી રહી છે. આ બંને કંપનીઓ ભારતમાં 5G સેવા પર પ્રભુત્વ જમાવી રહી છે, પરંતુ હવે BSNL એરટેલ અને જિયોના વર્ચસ્વને ટક્કર આપવા જઈ રહી છે.
તો આ તરફ બીએસએનએલમાં 5G સેવાની ગેરહાજરીને કારણે સતત નુકસાન થઈ રહ્યું છે. કંપનીએ ઓક્ટોબર 2023માં લગભગ 636,830 સબ્સ્ક્રાઇબર ઓછા થઇ ગયા છે. આ સ્થિતિમાં કુલ યુઝરબેઝ 92,869,283 રહી ગયા છે. જો ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે ટ્રાઈના રિપોર્ટ પરનું માનીએ તો કંપની માટે આ એક મોટો ઝટકો છે.
મળતી માહિતી મુજબ વર્ષ 2024માં BSNLનું સંપૂર્ણ ધ્યાન 4G સેવાનો વિસ્તાર કરવા પર રહશે. કંપની ઓછામાં ઓછા 1,00,000 બેઝ ટ્રાન્સસીવર સ્ટેશન (BTS) ઇન્સ્ટોલ કરશે. આના કારણે પંજાબ અને હરિયાણામાં લગભગ 2,000 BTS લગાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ BSNL 5G સેવા વર્ષ 2025માં શરૂ કરી શકે છે.