ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપમાં થોડે થોડે દિવસે નવા નવા ફીચર્સ એડ થઇ રહ્યા છે. ત્યારે મેટા વપરાશકર્તાઓના અનુભવને વધુ શ્રેષ્ઠ બનાવવા અને સિક્યુરીટી મજબુત કરવા ઘણા અપડેટ્સ લાવી રહી છે. જો કે દરરોજ વ્હોટ્સએપનો ઉપયોગ કરવા છતાં તમે ઘણી સુવિધાઓથી અજાણ છો. આ ગુપ્ત વિશેષતાઓ અદ્ભુત છે પરંતુ લગભગ લોકો તેનાથી અજાણ રહે છે. ત્યારે અમે તમારી જોડે એવા ફીચર શેર કરવા જઇ રહ્યા છે. જે ખુબ જ શાનદાર છે.
વોટ્સએપનું સ્કિન શેરિંગ ફીચર…શું તમે જાણો છો કે તમે વીડિયો કોલ પર પણ સ્ક્રીન શેર કરી શકો છો. જો તમારી પાસે વર્કિંગ પ્રોફાઇલ છે તો આ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. WhatsApp પર સ્ક્રીન શેર કરવા માટે, પહેલા કોઈને વીડિયો કૉલ કરો. તે પછી તમને સ્ક્રીન શેર બટન દેખાશે.જે ઓન કરવાથી સ્ક્રિન શેરિંગ શરૂ થશે. અને તેને રોકવા માટે ફક્ત શેરિંગ બંધ કરો બટન પર ક્લિક કરો.
શોર્ટ વીડિયો મેસેજ આ ફીચરથી વોટ્સએપ યુઝર 60 સેકન્ડથી ઓછા સમયનો નાનો વીડિયો મોકલી શકે છે. તે એક ઝડપી સંદેશ જેવું છે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે WhatsApp ચેટ પર કેમેરા બટનને ઉપરની તરફ સ્લાઈડ કરો. આ વીડિયો 59 સેકન્ડ પર સમાપ્ત થશે. આ ખૂબ જ રસપ્રદ છે.
સેફ્ટી ફીચર જે વોટ્સએપની સલામતી માટે ખુબ જરૂરી છે. તેથી મેટાના નવા અપડેટમાં, વપરાશકર્તાઓ એક જ જગ્યાએ તમામ સુરક્ષા સુવિધાઓને ઍક્સેસ કરી શકે છે. આ માટે તમારે સેટિંગ્સ ટેબના પ્રાઈવસી સેક્શનમાં જવું પડશે.જ્યાં તમે પસંદ કરી શકો છો કે કોણ તમારો સંપર્ક કરી શકે.અહીં ડિસઅપીયરિંગ મેસેજને ઓન કે ઓફ કરી શકાય છે.
ચેટ લોક પોતાની પ્રાઇવસી જાળવી રાખવા માટે Android અને iOS બંને વપરાશકર્તાઓ WhatsApp ની સાથે સાથે કોઈપણ વ્યક્તિની ચેટને લોક કરી શકે છે. તમે લોક કરવા માટે પાસવર્ડ સેટ કરી શકો છો. ઉપરાંત એન્ડ્રોઇડ યુઝર્સ ફિંગરપ્રિન્ટ સેન્સરનો ઉપયોગ કરી શકે છે. અને iPhone યુઝર્સ એપને લોક કરવા માટે ફેસ આઈડીનો ઉપયોગ કરી શકે છે.
ચેટ પિન વોટ્સએપના તાજેતરના અપડેટમા, વપરાશકર્તાઓ હવે ચેટને પિન કરી શકે છે. સંદેશ પસંદ કર્યા પછી, ઉપર-જમણી બાજુએ 3 બિંદુઓ પર જાઓ અને પછી તમને “Pin” વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો. હવે તમારો મેસેજ ચેટ પર પિન થઈ જશે.