22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપતા કહ્યું કે કોંગ્રેસમાં કોઈ મતભેદ નથી,કોંગ્રેસ દરેક કાર્યકર્તા પોત પોતાના વિચારો વ્યક્ત કરવા માટે સ્વતંત્ર છે,રામમંદિર કે ભગવાન રામનો પ્રશ્ન નથી જેમાં ભાજપની ઇવેન્ટ થાય તેનો પ્રશ્ન છે,દેશના નાગરિકો સાથે અમારી પણ આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે,રામમંદિરનું કામ પૂર્ણ થશે ત્યારે અમારે કોઈ આમંત્રણની જરૂર નહિ અમે જઈશું.