અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યુ છે. ત્યારે રામ લલાના પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગ 22 જાન્યુઆરીએ યોજાવા જઇ રહ્યો છે. જેની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. ત્યારે પ્રસંગે કયા ખાસ મહેમાનોને આમંત્રિત કરાયા છે. તેના વિશે ઘણી ચર્ચા ચાલી રહી છે. રામમંદિર ટ્રસ્ટે ભારતના મુખ્ય રાજકીય પક્ષો અને બોલિવૂડની મોટી હસ્તીઓને આમંત્રણ મોકલી રહ્યું છે. ચાલો જાણીએ કે અત્યાર સુધી કોને આમંત્રણ મોકલવામાં આવ્યા છે.
પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રિત મહાનુભવોની યાદી
શહીદ કારસેવકોના પરિવારના સભ્યો
વર્ષો પહેલા થયેલા આંદોલનમાં જોડાયેલા નેતાઓના પરિવારના સભ્યો
ન્યાયિક પ્રક્રિયામાં પ્રતિનિધિત્વ કરતા વકીલોનું જૂથ
150થી વધુ પારંપરિક સંતો, કથાકારો, મઠો તથા મંદિરનો મહંતો, ટ્રસ્ટીઓ,અને પૂજારીઓ
નેપાળના સંત સમુદાયના અગ્રણીઓ
જૈન, બૌદ્ધ અને શીખ સમુદાયોના સભ્ય (ભારતીય સંપ્રદાયોના પ્રતિનિધિઓ)
મુખ્ય દાતાઓ
આદિવાસી સમાજના અગ્રણીઓ
વિચરતી જાતિઓ અને અન્ય જાતિઓના લોકો
અનુસૂચિત સમાજના અગ્રણીઓ (આંબેડકરજી, જગજીવન રામજી, કાશીરામજીના પરિવારના સભ્યો
પ્રસિદ્ધ અખબારો/ન્યૂઝ ચેનલોના અગ્રણી વ્યક્તિઓ
સ્વયંસેવક સંસ્થા, નોબેલ પુરસ્કાર, ભારત રત્ન, પરમવીર ચક્ર, પદ્મ પુરસ્કાર વગેરેથી સન્માનિત ભાઈઓ અને બહેનો
સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ (ત્રણ), ત્રણેય સેનાઓના નિવૃત્ત સૈન્ય વડાઓ, ભૂતપૂર્વ રાજદૂતો,વહીવટી/પોલીસ સેવા અધિકારીઓ કે જેમણે વિવિધ મુખ્ય હોદ્દાઓ સંભાળ્યા છે.
જાણીતા શિક્ષણવિદો, બૌદ્ધિકો, કવિઓ, કલાકારો, સાહિત્યકારો, ખેડૂતો, મજૂરો, ખેલાડીઓ વગેરે
મુખ્ય રાજકીય પક્ષોના પ્રમુખો
અયોધ્યા જિલ્લામાંથી તમામ પક્ષોના સ્થાનિક જનપ્રતિનિધિઓ
ઉદ્યોગસાહસિકો, ઉદ્યોગપતિઓ અને સાહસિકો
આ ઉપરાંત પચાસ દેશોમાંથી ભારતીય સમાજના 55 લોકો
સ્થાનિક રાજ્ય ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન સિવાય અન્યને આમંત્રણ આપવામાં આવ્યું નથી
કેન્દ્ર અથવા કોઈપણ રાજ્યના મંત્રીને મંત્રી તરીકે આમંત્રિત કરવામાં આવ્યા નથી.કેટલાક મર્યાદિત મહાનુભાવોને તેમના અન્ય ઓળખપત્રોને ધ્યાનમાં રાખીને આમંત્રિત કરવામાં આવ્યા છે. (જેમ કે ઉદ્યોગસાહસિક અથવા કલાકાર વગેરે.)
તો આ તરફ રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રિતના રહેવાની વ્યવસ્થા વિશે વાત કરીએ તો
વિશેષ મહેમાનો તથા અગ્રણી સંતો ટેન્ટસીટી, આશ્રમો અને ઘરોમાં રોકાવાના છે.દરેક આમંત્રિતો તેમની પોતાની પરિવહન વ્યવસ્થા દ્વારા આવી રહી છે. અહીં તેમના ભોજન, રહેવા, શહેરમાં પરિવહન વગેરેની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.