કન્ઝ્યુમર ટેક્નોલોજી એસોસિએશન CES 2024ની શરૂઆત થઈ ગયું છે. ટેક્નોલોજીની દુનિયાનો આ ખાસ ઈવેન્ટ આ વખતે અમેરિકાના લાસ વેગાસમાં આયોજિત કરવામાં આવ્યો છે. આ ઈવેન્ટમાં દુનિયાભરની કંપનીઓ તેમની નવીન ટેકનોલોજી રજૂ કરશે. ત્યારે દક્ષિણ કોરિયાની કંપની LGએ એક એવી પ્રોડક્ટ રજૂ કરી છે. જેની નવીન ટેક્નોલોજી દુનિયાએ પહેલા ક્યારેય જોઈ ન હતી. વાસ્તવમાં, આ કંપનીએ વિશ્વનું પ્રથમ પારદર્શક ટીવી રજૂ કર્યું છે. જેની તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.
LGએ આ આરપાર દેખાતુ ટીવી રજૂ કર્યુ છે . આ એક વાયરલેસ પારદર્શક ટીવી છે. આ ટીવીમાં એલજીએ અદ્યતન ટેકનોલોજી સાથે ઓર્ગેનિક લાઇટ-એમિટિંગ ડાયોડ એટલે કે OLED ડિસ્પ્લે પ્રદાન કર્યું છે. આ ટીવીનું પૂરું નામ ‘LG Signature OLED T’ છે.
આ ટીવીની ખાસિયત વિશે વાત કરીએ તો LGએ ટીવીની દુનિયામાં ખૂબ જ ખાસ અને આધુનિક ટેક્નોલોજી રજૂ કરી છે. આ ટેક્નોલોજીની મદદથી દક્ષિણ કોરિયાની કંપનીએ સી-થ્રુ ટીવી લોન્ચ કર્યું છે. જો તમે આ ટીવી બંધ કરશો તો ડિસ્પ્લે અદૃશ્ય થઈ જશે. અને જ્યારે તમે તેને ચાલુ કરશો ત્યારે તે પાછું આવશે.
આ એક વાયરલેસ ટીવી છે. તેથી તમને તેમાં એક પણ વાયર દેખાશે નહીં. LGએ આ ટીવીમાં ઓડિયો-વિઝ્યુઅલ ટ્રાન્સમિશન ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. આ ટીવીમાં સેલ્ફ-લાઇટ પિક્સેલ ટેક્નોલોજી પણ આપવામાં આવી છે. જે આ ટીવીની પિક્ચર ક્વોલિટીમાં ચાર ચાંદ લગાવી દેશે.
LGએ આ ટીવીમાં બે મોડ આપ્યા છે. પહેલા મોડનું નામ ટ્રાન્સપરન્ટ મોડ છે અને બીજાનું નામ બ્લેક યુનિક મોડ છે. જો તમે ટ્રાન્સપરન્ટ મોડ ઓન કરીને ટીવી જોશો, તો ટીવી પર ચાલતા કન્ટેન્ટની સાથે તમને તેની પાછળની વસ્તુઓ પણ દેખાશે. એટલે કે તે કાચની જેમ જોઈ શકાશે. તે જ સમયે, જો તમે બ્લેક યુનિક મોડ ચાલુ કરો છો, તો તમને તે જ જૂની સ્ટાઇલમાં ઉત્તમ પિક્ચર ક્વોલિટી સાથે ટીવી જોવા મળશે. LGએ આ ટીવીમાં Alpha 11 AI પ્રોસેસરનો ઉપયોગ કર્યો છે.