Google, Instagram, Jio, Flipkart, WhatsApp, Metaએ ભારતમાં સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપ છે. આ શ્રેણીમાં ગયા વર્ષે મેટાને કુલ 70 મિલિયન લોકોએ ડાઉનલોડ કરી છે. જેની સાથે જ મેટાનો કુલ ડાઉનલોડિંગ આંકડો 782 મિલિયન પહોંચ્યો છે. ફ્લિપકાર્ટના સક્રિય યુઝર્સની સંખ્યા 82.1 મિલિયન છે. જ્યારે એમેઝોનના 76 મિલિયનથી વધુ સક્રિય યુઝર્સ છે.
જો આપણે વાત કરીએ કે ગયા વર્ષે એટલે કે 2023માં સૌથી વધુ લોકપ્રિય એપ્સ કઈ હતી? તો આ લીસ્ટમાં ડાઉનલોડિંગના મામલે ગુગલ એપ 2023માં નંબર વન રહી. જે વાતની પુષ્ટિ તેના ડાઉનલોડિંગના આંકડા પરથી થઇ છે. એનાલિસ્ટ પ્લેટફોર્મ એપ એનીના રિપોર્ટ મુજબ ગૂગલ એપને અત્યાર સુધીમાં લગભગ 449 મિલિયન વખત ડાઉનલોડ કરવામાં આવી છે. આમાં, વર્ષ 2023માં ડાઉનલોડ થનારી એપની કુલ સંખ્યા 40 મિલિયન છે. આ પછી બીજી સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપ ઇન્સ્ટાગ્રામ છે. ગયા વર્ષે તેને લગભગ 30 મિલિયન વખત ડાઉનલોડ કરવામાં આવી છે. રિલાયન્સ જિયો 266 મિલિયન રૂપિયા સાથે ત્રીજા સ્થાને છે.
સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવેલી એપ
Google – કુલ ડાઉનલોડ 449 મિલિયન
Instagram – કુલ ડાઉનલોડ 364 મિલિયન
Jio – કુલ ડાઉનલોડ 266 મિલિયન
ફ્લિપકાર્ટ – કુલ ડાઉનલોડ 220 મિલિયન
WhatsApp – કુલ ડાઉનલોડ 210 મિલિયન
મેટા – કુલ ડાઉનલોડ 207 મિલિયન
જો આપણે ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ફેસબુક સાથે મળીને મેટાના ડાઉનલોડની ગણતરી કરીએ તો 2023માં કુલ 70 મિલિયન વખત ડાઉનલોડ થયા છે. જેની સાથે અત્યાર સુધીમાં મેટાના કુલ ડાઉનલોડિંગનો આંકડો 782 મિલિયન પહોંચ્યો છે. તો આ તરફ ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના કુલ ડાઉનલોડ 527 મિલિયન સુધી પહોંચી ગયા છે.
તો આ તરફ ઇકોર્મર્સ સેક્ટરમાં મીશોએ ફ્લીપકાર્ટને જોરદાર ટક્કર આપી છે. મીશો નાના શહેરો અને નગરોની જરૂરિયાતો પૂરી કરી રહ્યુ છે. 2023 ના અંત સુધીમાં મીશો 35.8 મિલિયન સક્રિય યુઝર્સ સાથે શોપ્સી કરતા આગળ હતું. શોપ્શીના 11 મિલિયનથી વધુ સક્રિય યુઝર્સ હતા. એક્ટિવ યુઝર્સની વાત કરીએ તો ઈ-કોમર્સ ટેક કંપનીઓ એમેઝોન અને ફ્લિપકાર્ટ વચ્ચે સ્પર્ધા ચાલુ છે. વર્ષના અંતે, ફ્લિપકાર્ટના 82.1 મિલિયનની સરખામણીમાં Amazon પાસે 76 મિલિયનથી વધુ સક્રિય યુઝર્સ હતા.