મહારાષ્ટ્રના સોલાપુર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંચ પર ભાષણ દરમિયાન ભાવુક થઈ ગયા હતા. તેમણે રાજ્યના આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરી હતી. આ દરમિયાન નાનપણનો ઉલ્લેખ કરતા જ તેમણે થોડીક ક્ષણ માટે ભાષણ અટકાવી દીધું હતુ. પીએમ આવાસ યોજનાને લઈને તેમણે કહ્યું કે કદાચ તેમણે પણ નાનપણમાં આવા ઘરમાં રહેવાની તક મળી હોત.
વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે મને ખુશી છે કે સોલાપુરના હજારો ગરીબો માટે હજારો મજૂર સાથીઓ માટે અમે જે સંકલ્પ લીધો હતો તે આજે પૂરો થઈ રહ્યો છે. આજે વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત દેશની સૌથી મોટી સોસાયટીનું લોકાર્પણ થયું છે. વધુમાં વડાપ્રધાને કહ્યુ કે મેં પ્રત્યક્ષ જઈને જોયું ત્યારે થયું કે કદાચ મને પણ નાનપણમાં આવા ઘરમાં રહેવાની તક મળી હતો.
આટલું કહીને વડાપ્રધાન મોદી અચાનક જ થોડીક ક્ષણ માટે પોતાનું ભાષણ રોકી દીધું. જે બાદ તેઓ ભાવુક થઇ ગયા હતા. અને કહ્યું કે આવી મનને એટલો સંતોષ થાય છે કે જ્યારે આ હજારો પરિવારોનું સપનું જ્યારે સાકાર થાય છે. તો તેમના આશીર્વાદ મારી સૌથી મોટી પૂંજી છે. જ્યારે હું આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવા આવ્યો હતો, ત્યારે મેં તમને ગેરંટી આપી હતી કે તમારા ઘરોની ચાવી આપવા હું પોતે જ આવીશ.
આ દરમિયાન વડાપ્રધાને જૂની સરકારો પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું- આપણાં દેશમાં લાંબા સમય સુધી ગરીબી હટાવોના નારા લગતા રહ્યાં પરંતુ ગરીબી દૂર થઈ જ નહીં. ગરીબોના નામે યોજનાઓ તો બનાવવામાં આવતી હતી પરંતુ તેનો લાભ ગરીબોને મળતો ન હતો. તેમના હક્કના પૈસા વચેટિયા લૂંટી જતા હતા. પહેલાની સરકારોની નીતિ, નીયત અને નિષ્ઠા સામે સવાલ થાય છે.