સંસદમાંથી સસ્પેન્ડ કર્યા પછી મહુઆ મોઇત્રાને સરકારી બંગલો ખાલી કરવા માટે ઘણી નોટિસ મળી ચુકી છે. ઉલ્લેખનીય છે કે તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રા જેને ગયા મહિને અનૈતિક આચરણના આરોપમાં લોકસભામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. તેઓ આજે પોતાનો સરકારી બંગલો ખાલી કરશે. બંગાળના સાંસદને આ અઠવાડિયાની શરૂઆતમાં બંગલો ખાલી કરવાની નોટિસ મળી હતી. જેમાં તેમને તાત્કાલિક બંગલો ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. મહુઆને આ બંગલો લોકસભા સાંસદ હોવાને કારણે ફાળવવામાં આવ્યો હતો. તેમની સંસદની સદસ્યતા રદ થતાં જ તેમને તાત્કાલિક બંગલો ખાલી કરવા કહેવામાં આવ્યું હતું.
ત્યારે આ વખતે સખત શબ્દોમાં નોટિસમાં કેન્દ્રએ શ્રીમતી મોઇત્રાને તાત્કાલિક બંગલો ખાલી કરવા જણાવ્યું હતું. સરકારી મિલકતોનું સંચાલન કરતી એસ્ટેટ ડિરેક્ટોરેટ દ્વારા આ નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસમાં લખવામાં આવ્યું છે કે જો શ્રીમતી મોઇત્રા પોતે જગ્યા ખાલી નહીં કરે તો તેમને અને બંગલામાં રહેતા અન્ય વ્યક્તિઓને જરૂર પડ્યે બળનો ઉપયોગ કરીને આ જગ્યામાંથી બહાર કાઢી મુકવામાં આવી શકે છે. સરકારે તેની નોટિસમાં જણાવ્યું હતું કે શ્રીમતી મોઇત્રાને ‘પર્યાપ્ત તક આપવામાં આવી હતી’. તેણી એ સાબિત કરવામાં નિષ્ફળ રહી કે તેણી અનધિકૃત કબજેદાર નથી.
મહુઆ મોઇત્રાને ગયા વર્ષે 8 ડિસેમ્બરે બિઝનેસમેન દર્શન હિરાનંદાની પાસેથી કથિત રીતે ભેટ સ્વીકારવા અને સંસદની વેબસાઇટનો યુઝર આઈડી અને પાસવર્ડ તેમની સાથે શેર કરવા બદલ ‘અનૈતિક આચરણ’ માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો.જેથી લોકસભામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.