અયોધ્યામાં નિર્માણ થઇ રહેલા રામમંદિરને લઇને રામ ભક્તોમાં અનોખી ખુશીની લહેર છે. લોકોના રોમ રોમમાં બસ રામ રામ જ છે. ત્યારે રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાને લઇ વિશ્વભરમાં અનોખો જુવાળ જોવા મળી રહ્યો છે. એવામાં એવા પણ રામ ભક્તો છે. જેની ભક્તિ અનન્ય છે. તેમની અનોખી ભક્તિ ભાગ્યે જ કોઇ કરી શકે.અમે તમને એવા રામભક્તોની ઓળખ કરાવીશુ જે ગુમનામ છે. રામમંદિર બને તે માટેની તેમની દાયકોઓ પહેલાની તડપ આજે પરિપૂર્ણ થતી દેખાઇ રહી છે. આવો ક્રમાનુસાર ત્યાગ અને બલિદાન આપનાર રામ ભક્તો કે જેમણે અન્ન, વસ્ત્ર અને ભૌતિક સુખોનો ત્યાગ કર્યો છે. તેમના વિશે જાણીએ….
01) મૌની બાબા
મૌની બાબાના નામે જાણીતા બુંદેલખંડના પ્રખ્યાત દતિયાના એક સંતએ 1980માં પ્રતિક્ષા લીધી હતી કે જ્યાં સુધી રામ મંદિર ના બની જાય ત્યાં સુધી અન્ન ગ્રહણ નહિ કરે. તેઓ 44 વર્ષથી ફળ પર નિર્ભર છે. સાથે જ તેમણે 1984માં રામમંદિર બને ત્યાં સુધી પગમાં ચંપલ ન પહેરવાની અને મૌન વ્રત ધારણ કરવાની પ્રતિક્ષા લીધી છે.
02) અભય ચૈતન્ય
ઉત્તર પ્રદેશના અમેઠીમાં મૌની સ્વામી તરીકે જાણીતા સંત રામમંદિર નિર્માણ માટે 37 વર્ષમાં 56 વખત ભૂમિ સમાધી લઇ ચુક્યા છે. સાગર આશ્રમના અધ્યક્ષ અભય ચૈતન્ય બ્રહ્મચારી શિવ યોગી (મૌની સ્વામી)એ 1981થી 2023 સુધી રામમંદિર નિર્માણ માટે કેટલાય યજ્ઞ અનુષ્ઠાન કર્યા છે.
03) સરસ્વતી દેવી
ઝારખંડના હજારીબાગના 85 વર્ષીય વુદ્ઘ મહિલા સરસ્વતી દેવી જેમને મૌની માતા તરીકે પણ ઓળખાય છે. સરસ્વતી દેવી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામમંદિરના ઉદ્ધાટનનું સપનું સાચુ થયા બાદ ત્રણ દશકથી ચાલુ પોતાનું મૌન વ્રત તોડવા જઇ રહ્યા છે.
04) સૂર્યવંશી ક્ષત્રિય
મુગલ આક્રમણકારીઓ દ્વારા રામમંદિરને તોડ્યા બાદ અયોધ્યાના સરાયરાસી, સિસિણ્ડા, સનેથૂ, ભીટી, સરાવ, હંસવર, મકરહી જેવા 150 ગામોના 1,50,000 ગ્રામીણોએ પાઘડી અને ચામડાના પગરખાં ના પહેરવાની પ્રતિક્ષા લીધી હતી.
05) સત્યદેવ શર્મા
ઉત્તરપ્રદેશમાં અલીગઢમાં વૃધ્ધાશ્રમ ચલાવનાર સત્યદેવ શર્માએ 21 વર્ષ પહેલા આ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાર સુધી અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર નહિ બની જાય ત્યાં સુધી તેઓ અન્ન ગ્રહણ કરશે નહિ. સત્યદેવ શર્મા 22 જાન્યુઆરી 2024એ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ અન્ન ગ્રહણ કરશે.
6) રામગોપાલ ગુપ્તા
રાજસ્થાનના શ્રીગંગાનગરના રહેવાસી કાર સેવક રામ ગોપાલ ગુપ્તા 33 વર્ષથી રામમંદિરની રાહ જોઇ રહ્યા છે. તેમણે જ્યાં સુધી રામમંદિર ના બને ત્યાં સુધી વાળન કપાવવાની પ્રતિક્ષા લીધી છે. ‘રામ મંદિર આંદોલન’ દરમિયાન તેમણે શપથ લીધા હતા કે જ્યાં સુધી અયોધ્યામાં મંદિર નહીં બને ત્યાં સુધી તે પોતાના વાળ અને દાઢી નહીં કાપે.
7) દેવ દાસ
જ્યારે ઉત્તર પ્રદેશના ખાગડાના રહેવાસી દેવદાસજીએ આંદોલન દરમિયાન ભગવાન શ્રી રામને એક નાની ઝૂંપડીમાં વસેલા જોયા ત્યારથી તેમણે ચપ્પલ પહેરવાનું જ બંધ કરી દીધું. તેમણે તે જ સમયે પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી રામ મંદિર સંપૂર્ણ રીતે તૈયાર ન થઇ જાય ત્યાં સુધી ચપ્પલ નહિ પહેરશે. અને હવે તેઓ વર્ષો બાદ અયોધ્યા જશે અને જૂતાં અને ચપ્પલ પહેરશે.
8) રવીન્દ્ર ગુપ્તા
મધ્યપ્રદેશના ભોપાલમાં રહેતા કાર સેવક રવીન્દ્ર ગુપ્તા કે જેઓ ભોજપાલી બાબા તરીકે જાણીતા છે. તેઓ 21 વર્ષના હતા. ત્યારે રવીન્દ્ર ગુપ્તા 1992માં કાર સેવા માટે અયોધ્યા આવ્યા હતા. આંદોલન અને કારસેવા દરમિયાન તેમણે પ્રતિજ્ઞા લીધી
હતી કે જ્યાં સુધી મંદિર નહીં બને ત્યાં સુધી તેઓ અપરિણીત રહેશે. ભોજપાલી બાબા ફિલોસોફીમાં એમએ કરવાની સાથે કાયદાનો અભ્યાસ કર્યો છે.
9) વીરેન્દ્રકુમાર બેઠા
બિહારના દરભંગા જિલ્લાના ખૈરા ગામના રહેવાસી વીરેન્દ્ર કુમાર બેઠા ઉર્ફે જમેલી બાબા 31 વર્ષ પછી પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ભોજન ગ્રહણ કરશે.અત્યાર સુધી તેઓ ફળો ખાઈને જીવન વ્યતિત કર્યુ હતુ. 7 ડિસેમ્બર 1992માં વીરેન્દ્રકુમાર બેઠાએ પ્રતિજ્ઞા લીધી હતી, કે તેઓ મંદિરના નિર્માણ સુધી માત્ર ફળો પર જ જીવશે. બાબાએ લગ્ન પણ નહોતા કર્યા, તેમણે પોતાનું જીવન સમાજને સમર્પિત કરી દીધું છે.
10) દોલત રામ
મોહાલી સેક્ટર-68 પંજાબના રહેવાસી 89 વર્ષના દૌલતરામ કંબોજે ભગવાન રામની રાહ જોતા 31 વર્ષથી ચા પીધી નથી. 1 ડિસેમ્બર 1992ના રોજ જ્યારે તેઓ 20 લોકોના જૂથ સાથે અયોધ્યા ગયા હતા. જ્યાં તેમણે પાંચ દિવસીય પરિષદમાં ભાગ લીધો હતો. ત્યારે તેમના મનમાં ત્યાગની લાગણી જન્મી અને તેમણે ચા છોડી દેવાના શપથ લીધા.
11)ઉર્મિલા ચતુર્વેદી
હવે વાત કરીએ 88 વર્ષીય ઉર્મિલા ચતુર્વેદીની તો તેઓ મધ્યપ્રદેશના જબલપુરના રહેવાસી છે. 28 વર્ષ સુધી રામ મંદિરના નિર્માણની રાહ જોતા તેમણે અન્નનો ત્યાગ કર્યો છે. અને તેઓ માત્ર ફળો અને પાણી પર જ જીવિત છે.
ત્યારે આ હતી રામભક્તોની શ્રી રામજી માટેને અમુલ્યો ભક્તી તેમણે દાયકાઓ સુધી રામમંદિર માટે રાહ જોઇ રામજીની પ્રતિક્ષા કરી છે. આજે તેમના ચહેરા પર અલગ જ ભાવ છે. તેમના અંતરમનમાં આજે હાશકારો છે. અને તેમની આતુરતાનો અંત આવતા તેમનું રામ માટેનું સમર્પણ આજે સફળ થયુ તેનો તેમને આનંદ છે. શબરી અને મીરાં જેવી ભક્તિ આજના આ યુગમાં આ તમામ ત્યાગ અને બલિદાનની મુરત એવા રામ ભક્તમાં દેખાઇ રહી છે.