ઉત્તરપ્રદેશના અલીગઢમાં 400 કિલોનું તાળુ તૈયાર કરાયુ છે. જે અયોધ્યા રામમંદિર ખાતે પહોંચી ચુક્યુ છે. અલીગઢના જ્વાલાપુરીની શેરી નંબર પાંચમાં રહેતા લોકસ્મીથ સત્યપ્રકાશ શર્મા (12 ડિસેમ્બરે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું) અને તેની પત્ની રૂકમણી શર્માએ 400 કિલો વજનનું તાળું તૈયાર કર્યું હતું. જેમાં છ ફૂટ બે ઈંચ લાંબુ અને બે ફૂટ સાડા નવ ઈંચ પહોળું તાળું બનાવવા માટે 65 કિલોગ્રામ પિત્તળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેની ત્રણ ફૂટ ચાર ઇંચ લાંબી ચાવીનું વજન 30 કિલોગ્રામ છે. તેને બનાવવામાં છ મહિના લાગ્યા હતા.
અલીગઢ મહાનગરના ક્વારસી પોલીસ સ્ટેશન વિસ્તારના જ્વાલાપુરીના રહેવાસી સત્યપ્રકાશ શર્માનું 400 કિલો વજનનું તાળું અયોધ્યા મોકલ્યુ હતુ. જે અયોધ્યા પહોંચી ચુક્યુ છે. આ તાળાને વિશ્વનું સૌથી મોટું તાળું કહેવામાં આવી રહ્યું છે. આ તાળું સત્યપ્રકાશ શર્માની પત્ની રૂકમણી દેવી અને પુત્ર મહેશ ચંદે બનાવ્યું હતું. આ તાળું અયોધ્યામાં પ્રેઝન્ટેશન માટે મહામંડલેશ્વર ડૉ.અન્નપૂર્ણા ભારતી પુરી મહારાજને સોંપવામાં આવ્યું છે.
અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક સમારોહમાં હાજરી આપવા માટે ડો. અન્નપૂર્ણા ભારતી પુરી તાળા સાથે અયોધ્યા પહોંચ્યા છે. તેમણે કહ્યું કે તાળા રામ જન્મભૂમિ ક્ષેત્ર ટ્રસ્ટને સોંપવામાં આવશે. રામ મંદિરે જનારા લોકો આ તાળાને અલીગઢના પ્રતીક તરીકે જાણશે. વ્યાવસાયિક દૃષ્ટિકોણથી, તાળા બનાવનારાઓનું મનોબળ પણ વધશે. તેની સ્થાપના અયોધ્યામાં થશે.
ઉલ્લેખનીય છે કે સત્યપ્રકાશ શર્માનું 12 ડિસેમ્બરે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તેમની પત્ની રૂકમણી દેવી અને પુત્ર મહેશ શર્માના કહેવા પ્રમાણે, પિતા તાળામાં શ્રી રામ અને હનુમાનની મૂર્તિઓ પણ સ્થાપિત કરતા હતા. આ તાળું અયોધ્યા શ્રી રામ મંદિરને ભેટ આપવા માટે મહામંડલેશ્વર ડૉ. અન્નપૂર્ણા ભારતીને સોંપવામાં આવ્યું છે.