ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે કામગીરી આરંભી છે. આજે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગાંધીનગર કાર્યાલય ખુલ્લુ મુક્યું હતું.લોકસભા 2024ની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા કવાયત હાથ ધરી છે. ગાંધીનગરના સાંસદ અમિત શાહના બેઠકનું કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. ગાંધીનગર સહિત જે.પી.નડ્ડાએ ગુજરાતના 26 કાર્યાલયોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ દાવો કર્યો કે ગુજરાતમાં ભાજપ ફરી એકવાર 26 બેઠકો મેળવીને ભવ્ય જીત મેળવશે. ભાજપ તમામ રીતે અગ્રેસર 2024 લોકસભા ચૂંટણીમાં ભાજપ જૂના રેકોર્ડ તોડી નવો કિર્તિમાન સ્થાપિત કરશે. ગુજરાતની 26 લોકસભા બેઠકો પર કાર્યાલયના ઉદ્ધાટન બાદ તેમણે આ કહ્યુ હતુ. તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ગુજરાતની જનતા ફરી એકવાર PM મોદીને પોતાના આશીર્વાદ આપશે. અને 26 બેઠકો જીતાડવામાં મદદરૂપ થશે.
જે.પી.નડ્ડાના વિશ્વાસને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મહોર લગાવી અને કાર્યકરોને રાજ્યની 26 લોકસભા બેઠકો જીતાડવાનું આહવાન કર્યું છે. સાથે જ ભૂપેન્દ્ર પટેલે જે.પી.નડ્ડાને 26 બેઠકો જીતાડી આપવાનો વાયદો પણ કર્યો છે. એટલું જ નહીં કાર્યકરોને પણ વાયબ્રન્ટ રહેવા CM ભુપેન્દ્ર પટેલે અપીલ કરી છે. તો ઉમેદવાર પહેલા કાર્યાલયની શરૂઆત મુદ્દે જે પી નડ્ડાએ સૂચક નિવેદન આપ્યું છે. જે.પી નડ્ડાએ કહ્યું હતુ કે ભાજપ માટે પાર્ટી જ સર્વોપરી છે.તેમણે લોકસભાની રણનીતિ અંગે પણ મહત્વની વાત કરી હતી.
તો આ તરફ અન્ય જિલ્લાની વાત કરીએ તો પાટણમાં સુદામા ત્રણ રસ્તા પાસે ભાજપે પાટણ લોકસભાનું ચૂંટણી કાર્યાલય ખુલ્લુ મુકાયું હતું. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે કાર્યાલય ખુલ્લુ મુક્યું હતું.તોજૂનાગઢ પ્રવાસ મંત્રી મુળુભાઈ બેરાએ બીજેપી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. ભરૂચમાં મધસ્થ ચૂંટણી કાર્યાલયનું રાજ્યમંત્રી મૂકેશભાઈ પટેલ અને રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાના હસ્તે કરવામાં આવ્યું હતુ.