મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઓનલાઈન જન ફરિયાદ નિવારણનો જાન્યુઆરી મહિનાનો રાજ્ય કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા.૨૫ જાન્યુઆરીએ બપોરે ૧૨:૩૦ કલાકે યોજાશે,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં સ્વર્ણિમ સંકુલ-૨ મુખ્યમંત્રી જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે,આ રાજ્ય સ્વાગતમાં રજૂઆત માટે અરજદારો પોતાની અરજી ગુરુવારે તા.૨૫મી જાન્યુઆરીએ સવારે ૭:૩૦ થી ૧૦:૦૦ કલાક દરમિયાન મુખ્યમંત્રીશ્રીનું જનસંપર્ક એકમ,સ્વર્ણિમ સંકુલ-૨,ગાંધીનગર ખાતે રૂબરૂ આપી શકશે.