રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પશ્ચિમ બંગાળમાં પ્રવેશી હતી. જો કે ગઢબંધન સાથે જોડાયેલા પ્રશ્નને લીધે રાહુલ ગાંધીનું સ્વાગત એ રીતે ના થયુ જે રીતે તેઓ ઇચ્છી રહ્યા હતા. રાહુલ ગાંધીની યાત્રા બંગાળમાં પ્રવેશ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોએ કાફલાને બેનરો બતાવ્યા હતા. જેમાં લખવામાં આવ્યું હતું કે બંગાળમાં દીદી જ કાફી છે.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા સવારે 9 વાગ્યે બિહારથી પશ્ચિમ બંગાળમાં પ્રવેશી હતી. અહીં સવારે 11.15 વાગ્યે રાહુલ ગાંધીની સભા યોજાઈ હતી. ત્યારબાદ યાત્રા બપોરે બિહારમાં રોકાઇ હતી.
આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન માટે પશ્ચિમ બંગાળ મજબૂત કિલ્લો છે. તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી અહીં સત્તામાં છે અને આ પાર્ટી ભારત ગઠબંધનમાં પણ એક મજબૂત કડી છે. જો કે કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે બંગાળ સીટ વહેંચણીનો મુદ્દો હજુ અટવાયેલો છે. ત્યારે હવે આગામી સમયમાં શું થાય તે જોવું રહ્યુ…