કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે I.N.D.I.A ગઠબંધનના સહયોગી પક્ષ DMK એટલે કે દ્રવિડ મુનેત્ર કઝગમ સામે નિશાન સાધ્યુ છે. તેમણે એક વીડિયો શેર કરતાં કહ્યું કે તમિલનાડુમાંથી ડેન્ગ્યૂ એટલે કે D, મલેરિયા એટલે કે M અને કોઢ એટલે કે K (DMK) ખતમ થવાનો સમય આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિનના દીકરા ઉદયનિધિએ ગત વર્ષે સપ્ટેમ્બરમાં એક કાર્યક્રમ દરમિયાન સનાતન ધર્મની તુલના ડેન્ગ્યૂ સાથે કરી હતી.
આચાર્ય પ્રમોદે લખ્યું કે તમિલનાડુમાં હવે ડેન્ગ્યૂ (D) મલેરિયા (M) કોઢ (K) ખતમ થવાને આરે છે. જય-જય શ્રી રામ. મહત્વનું છે કે સીએમ સ્ટાલિનની પાર્ટીનું નામ પણ DMK છે. સાથે જ તેમણે એક જૂલુસનો વીડિયો પણ શેર કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ભગવો ધ્વજ હાથમાં લઈને જઇ રહ્યા હતા.મળતી માહિતી મુજબ આ જૂલુસ તમિલનાડુની રાજધાની ચેન્નઈનો છે.
તાજેતરમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે વંશવાદની રાજનીતિને લઇને રાજકીય પક્ષો પર નિશાન તાક્યું હતું. સીએમ કુમારે બિહારના પૂર્વ સીએમ કર્પૂરી ઠાકુરને યાદ કર્યા અને કહ્યું કે તેમણે ક્યારેય પરિવારવાદ ન હતો કર્યો. આ બાબતે આચાર્ય પ્રમોદે કહ્યું કે ‘SP, BSP, TMC, DMK, RJD સાથે શિવસેનાને પણ લપેટી નાખી… I.N.D.I.A ગઠબંધનની શું અદભૂત વ્યાખ્યા કરી છે.