ઇઝરાયેલમાં નોકરીઓ શોધી રહેલા લોકો પર કેન્દ્ર પર નિશાન સાધતા કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ મંગળવારે કહ્યું હતું કે પાંચ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા અને મોદીની ગેરન્ટીની વાતો માત્ર એક “જુમલા” છે, જ્યારે દેશમાં વાસ્તવિક મુદ્દો બેરોજગારી છે. તેમણે દાવો કર્યો હતો કે ભાજપ સરકાર પાસે મોંઘવારીનો કોઈ ઉકેલ નથી.
જણાવી દઈએ કે, હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઈઝરાયેલે પેલેસ્ટાઈનના કર્મચારીઓને કાઢી મુક્યા છે અને ભારતીય કામદારોની માંગણી કરી છે. જેમને મહિને 1.5 લાખ રૂપિયાનો પગાર અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ માટે યુપીમાં ઘણા લોકો ઈઝરાયેલ જવા માટે પણ આગળ આવ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા વાડ્રાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં લોકો ઈઝરાયેલ જવા માટે ચાલી રહેલી ભરતી અભિયાનમાં કતારમાં ઉભા જોવા મળ્યા હતા.
આ અંગે પ્રિયંકાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “જો ક્યાંક યુદ્ધની સ્થિતિ સર્જાય છે, તો સૌથી પહેલા આપણે ત્યાંથી આપણા નાગરિકોને બચાવીને તેમના વતન પરત લાવીએ છીએ. પરંતુ આજે બેરોજગારીએ સ્થિતિ એવી બનાવી દીધી છે કે દેશની સરકાર હજારો લોકોને નિઃસહાય છોડી રહ્યા છે.અને યુદ્ધગ્રસ્ત ઈઝરાયેલ જઈને પણ લાચાર યુવાનોને આ જોખમ ઉઠાવતા બચાવી રહ્યા નથી.આ બતાવે છે કે ‘5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા’, ‘વાર્ષિક બે કરોડ નોકરી’ જેવી ચૂંટણીઓમાં ચર્ચા અને ‘મોદીની ગેરંટી’ માત્ર શબ્દો છે.’
તેમણે લખ્યું, તેમને અહીં, પોતાના દેશમાં કેમ રોજગાર નથી મળી રહ્યો? શું બે દિવસથી લાંબી લાઈનોમાં ઉભા રહેલા આ યુવાનો આપણા દેશના લોકો નથી કે આપણે તેમને આવા ભયંકર યુદ્ધની વચ્ચે મોકલવા ખુશીથી તૈયાર છીએ? નોંધ લો કે સરકાર કેટલી ચાલાકીથી આને દેશના યુવાનોનો અંગત મુદ્દો બનાવી રહી છે! આમાં સરકારની ભૂમિકા શું છે? યુદ્ધગ્રસ્ત ઈઝરાયેલને ભારતીય યુવાનોનું બલિદાન આપવા માટે ભારત સરકારે કયા આધારે મંજૂરી આપી છે? આપણા આ યુવાનોના જાન-માલની સુરક્ષાની જવાબદારી કોણ લેશે? ભગવાન ના કરે, જો કોઈને અકસ્માત થાય તો જવાબદાર કોણ? આજે ભારતનો અસલી મુદ્દો બેરોજગારી-મોંઘવારી છે અને ભાજપ સરકાર પાસે તેનો કોઈ ઉકેલ નથી. દેશના યુવાનો હવે આ વાત સમજી રહ્યા છે.