સંસદમાં વચગાળાનું બજેટ સત્ર રજૂ કરતાં નાણામંત્રી નિર્મલા સિતારમણે કહ્યું ઉદ્યમીઓને 30 કરોડ રૂપિયા મુંદ્રા યોજના લોન આપવામાં આવી,પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં 70 ટકા ઘર મહિલાઓને આપવામાં આવ્યા,STEM અભ્યાસક્રમોમાં છોકરીઓ અને મહિલાઓની 43% નોંધણી છે,જે વિશ્વમાં સૌથી વધુ છે, તમામ બાબતો કર્મચારીઓમાં મહિલાઓની વધતી ભાગીદારીમાં પ્રતિબિંબિત થઈ રહી છે