ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી કનુભાઇ દેસાઇ બજેટ સત્રમાં શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી,રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 15 હજાર ઓરડા તૈયાર થઈ રહ્યા છે,નવા 45 હજાર સ્માર્ટ ક્લાસરૂમ બાવવાનું કામ ચાલુ છે,15 હજાર શાળાઓમાં 2 લાખ કોમ્પ્યુટર આપવામાં આવશે,162 નવી સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે,વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવા નમો સરસ્વતી યોજના માટે 250 કરોડની જોગવાઈ કરવામાં આવી,ધોરણ 9 થી 12ના એક લાખ વિધાર્થીઓને ટ્રાન્સપોર્ટ સહાય માટે 260 કરોડની જોગવાઈ કરવામાં આવી.