ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકોની આતુરતાનો આજે અંત આવ્યો છે. કેમ કે રાજપીપળાની ડિસ્ટ્રિક એન્ડ સેસન્સ કોર્ટમાં તેમનાં પત્ની સહિતના 3 આરોપીની જામીન અરજી પર સુનાવણી બાકી હોવાથી તેમણે જેલમાં જ રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પણ હવે, તેઓ પત્ની અને સાથીદારો વિના જ જેલમાંથી બહાર આવ્યા છે. ચૈતર વસાવાને શરતી જામીન પર મુક્તિ મળી છે. જેમાં તેમને નર્મદા અને ભરૂચ જિલ્લામાં પ્રવેશબંધી ફરમાવાઈ છે. ત્યારે હાલ તેમણે પોતાનું નવું સરનામું ગાંધીનગરને બનાવ્યું છે.
ચૈતર વસાવાએ પ્રેસ કોન્ફરન્સ યોજી ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા..તેમણે રાજ્યના 2024 ના બજેટને લઈને આકરા પ્રહાર કર્યા હતા…વનબંધું કલ્યાણ યોજનાના બજેટને લઈને સરકાર પર નિસાન સાધ્યું હતું આ ઉપરાંત શિક્ષણ બજેટ અને આરોગ્યના બજેટને લઈને કહ્યું હતું કે આ બજેટમાં વધારો તો થયો છે પણ માત્ર બાંધકામ માટે જ કરાયો છે…કાયમી ડોક્ટરો કે કાયમી શિક્ષકો લેવાની ક્યાં જોગવાઈ કરી નથી.માત્ર ને માત્ર માળખાકીય સુવિઘા વધારવાની વાત કરી છે…આ ઉપરાંત આવાસ યોજનાને લઈને પણ વાત કરી હતી.
ચૈતર વસાવાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે વિકાસ માત્ર શહેરોમાં જ થાય છે અંતરિયાળ ગામડામાં વિકાસના નામે મીંડુ છે..ગ્રામ્ય વિકાસ માત્ર કાગળ પર જ દેખાય છે.આમ રાજ્ય સરકાર ગ્રામ્યમાં વિકાસને લઈને ભેદભાવ કરી રહી છે..શહેરમાં હરણફાળે વિકાસ થઈ રહ્યો છે જ્યારે તેની સરખામણીમાં ગામડામાં વિકાસ દૂર દૂર સુધી દેખાતો નથી.
પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને કહ્યું હતું કે શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે રકમ છે તે 3.50 લાખ રુપિયા છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં માત્ર ને માત્ર 1.20 લાખ રુપિયા જ સહાય આપવામાં આવે છે.. આમ શહેરમાં રહેતા લોકો કરતા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો સાથે વધારે અન્યાય થઈ રહ્યો છે..આમ તેમણે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને પણ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3.50 લાખ રુપિયા આપવામાં આવે તેવી માગ કરી કરી હતી..