લોકસભા ચૂંટણી પહેલા દેશમા નાગરિકતા સંશોધન એધિનિયમ એટલે CAA લાગુ થશે તેવુ એલાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કર્યુ છે.લોકસભા ચૂંટણી 2024 ને લઈ ભારતીય જનતા પાર્ટી તૈયારીઓમાં લાગી છે.તે વચ્ચે અમિત શાહનું આ મહત્વનું નિવેદન સામે આવ્યુ.તેમણે આ નિવેદન ET નાઉ ગ્લોબલ બિઝનેશ સમિટ દરમિયાન આપ્યુ.અમિત શાહે કહ્યુ કે હું સ્પષ્ટ કરવા માંગુ છુ કે CAA કોઈ પણ વ્યક્તિની નાગરિકતા છીનવી નહી લે.તેનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે ધાર્મિક ઉત્પીડનનો સામનો કરી રહેલ પાકિસ્તાન,અફઘાનીસ્તાન અને બાંગ્લાદેશ ના અલ્પસંખ્યકોને નાગરિકતા આપવાનો છે.તેમણે કહ્યુ કે કોંગ્રેસ મુસ્લિમોને ગુમરાહ કરી રહી છે.