છટણીના આ યુગમાં, લોકપ્રિય જોબ સર્ચ પ્લેટફોર્મ LinkedIn એ યુઝર્સ માટે એક અદ્ભુત AI આધારિત સુવિધા લાવી છે. આ ફીચર વાતચીત શરૂ કરવા માટેના પહેલા મેસેજને ડ્રાફ્ટ કરીને યુઝર્સની ખચકાટ દૂર કરશે. આ ફીચરની મદદથી યુઝર્સ માટે તેમના કનેક્શન્સ સાથે વાતચીત કરવાનું વધુ સરળ બની જશે. આ નવી સુવિધા એવા સમયે આવી રહી છે જ્યારે ટેક જાયન્ટ્સ ગૂગલ, માઇક્રોસોફ્ટ, એમેઝોન અને અન્ય ઘણી ટોચની કંપનીઓએ તાજેતરમાં જ તેમના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે.
AIની મદદથી સંચાલિત આ ફીચર વાતચીત શરૂ કરવા માટે પહેલો મેસેજ બનાવશે. સંદેશ બનાવવા માટે, તે મોકલનાર અને પ્રાપ્ત કરનાર બંનેની પ્રોફાઇલ્સમાંથી માહિતી એકત્રિત કરશે એટલે કે સંદેશ મોકલનાર અને પ્રાપ્ત કરનાર વ્યક્તિ. મેસેજ યુઝર્સને ડ્રાફ્ટના રૂપમાં પ્રાપ્ત થશે, આનો ફાયદો એ થશે કે યુઝર્સ પોતાના નવા કનેક્શન પર મેસેજ મોકલતા પહેલા પોતાની આવડત મુજબ એડિટ કરી શકશે.
LinkedInનું આ નવું ફીચર ફક્ત LinkedIn પ્રીમિયમ યુઝર્સ માટે જ ઉપલબ્ધ હશે. તેની મદદથી, પ્રીમિયમ યુઝર્સ એવા લોકો સાથે વાતચીત શરૂ કરી શકશે કે જેમની સાથે તેઓ જોડાયેલા નથી. આ સુવિધા યુઝર્સને નેટવર્કિંગને સુધારવામાં, કનેક્શન વધારવામાં અને વધુ સારી રીતે નોકરીઓ શોધવામાં મદદ કરે છે.