કોંગ્રેસ પાર્ટીએ આવકવેરા વિભાગ પર પાર્ટીના બેંક ખાતા ફ્રીઝ કરવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટીના ખજાનચી અજય માકને જણાવ્યું હતું કે, “અમને ગઈકાલે માહિતી મળી છે કે બેંક અમારા દ્વારા જારી કરાયેલા ચેકને કેશ કરવા અથવા ખાતામાં જમા કરાવવાનો ઇનકાર કરી રહી છે. આ પછી અમે તપાસ કરી તો ખબર પડી કે યુથ કોંગ્રેસના બેંક ખાતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ પાર્ટીના બેંક ખાતા પણ જપ્ત કરવામાં આવ્યા છે.
માકને આજે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, “આવકવેરા દ્વારા યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ પાર્ટી પાસેથી રૂ. 210 કરોડની વસૂલાતની માંગ કરવામાં આવી છે. અમારા ખાતામાં ક્રાઉડફંડિંગના નાણાં રોકી દેવામાં આવ્યા છે. ચૂંટણીના માત્ર 2 અઠવાડિયા પહેલા વિપક્ષના બેંક ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે.
અજય માકને કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પાસે હાલમાં ખર્ચ કરવા, બિલ સેટલ કરવા અથવા કર્મચારીઓને પગાર ચૂકવવા માટે ભંડોળનો અભાવ છે. તેમણે કહ્યું, “હાલમાં અમારી પાસે ખર્ચ કરવા, વીજળી બિલ ભરવા, અમારા કર્મચારીઓને પગાર ચૂકવવા માટે પૈસા નથી. દરેક વસ્તુને અસર થશે. માત્ર ન્યાય યાત્રા જ નહીં, પરંતુ તમામ રાજકીય ગતિવિધિઓને અસર થશે.”
ભારતીય લોકશાહી પર ઊંડો હુમલોઃ ખડગે
કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે લોકસભા ચૂંટણી પહેલા દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટીના ખાતા ફ્રીઝ કરવાનું પગલું ભારતીય લોકશાહી પર ઊંડો હુમલો છે. ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું