દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ દિલ્હી લીકર કૌભાંડ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા છે,અગાઉ તેઓ હાજર ન થતા EDએ કોર્ટમાં અરજી કરી હતી. જેના આધારે કોર્ટે સીએમ કેજરીવાલને સમન્સ મોકલ્યું હતુ,કેજરીવાલ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થયા હતા. તેમણે કહ્યું છે કે આગામી હાજરીમાં હું જાતે જ આવીશ. કેજરીવાલે કહ્યુ કે બજેટ સત્રના કારણે આ વખતે આવી શક્યુ ન હતુ. કોર્ટે કેસની આગામી તારીખ 16 માર્ચ નક્કી કરી છે.