EDએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 7મું સમન્સ મોકલીને સોમવારે હાજર થવા જણાવ્યું હતું. EDએ ગુરુવારે દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલને સાતમી વખત સમન્સ જારી કર્યું છે. અગાઉ 19 ફેબ્રુઆરીએ EDએ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા હતા, પરંતુ તેઓ હાજર રહ્યા ન હતા. AAP એ કહ્યું છે કે ED દ્વારા વારંવારના સમન્સ ગેરકાયદેસર છે. અગાઉ, ED સમન્સના જવાબમાં, AAPએ દાવો કર્યો હતો કે ED સમન્સની માન્યતા હાલમાં ન્યાયિક સમીક્ષા હેઠળ છે. પાર્ટીએ કહ્યું કે EDએ કેજરીવાલને વારંવાર સમન્સ મોકલવાને બદલે કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ. જણાવી દઈએ કે EDએ કેજરીવાલ વિરુદ્ધ રાઉઝ એવન્યુ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી, ત્યારપછી તેમની હાજરી વીડિયો કોન્ફરન્સ દ્વારા થઈ હતી. કેજરીવાલે બજેટ સત્રને ટાંકીને કાર્યવાહીમાં હાજરી આપવા માટે સમય માંગ્યો હતો. કોર્ટે આગામી સુનાવણી 16 માર્ચ નક્કી કરી છે.