લોકસભા ચુંટણીની તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહી છે,ભાજપે પોતાના ઉમેદવારોની આખરી સૂચીને ઓપ આપી રહ્યા છે,ભાજપે પોતાના ઉમેદવારોની પહેલી યાદી 29 ફેબ્રુઆરીના રોજ જાહેર થવાની સંભાવના વ્યક્ત કરી,ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક 29મી ફેબ્રુઆરીએ યોજાવા જઈ રહી છે,આ પ્રથમ બેઠક બાદ લોકસભા ચૂંટણી માટે 150 થી વધુ ઉમેદવારોની જાહેરાત કરી શકે છે,પ્રથમ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી,ગૃહ પ્રધાન અમિત શાહ ગાંધીનગર,સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ લખનૌ,અને પરિવહન પ્રધાન નીતિન ગડકરી નાગપુર,નામ સામેલ થવાની શક્યતા છે.